નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાનાં પાલગભણ ગામે તારીખ 9 ફેબ્રુઆરી રવિવારના દિને પાલગભણ પ્રાથમિક શાળા ખાતે શ્રોફ આઈ હોસ્પિટલ નવસારી દ્વારા સત્ય સાંઈ સેવા સમિતિ નવસારી અને ઉનાઈના સહયોગથી વિના મૂલ્યે નેત્ર ચિકિત્સા શિબિરનાં
કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં 55 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. જેમાંથી મોતિયાના દર્દીઓને વિનામૂલ્યે મોતિયા નું ઓપરેશન કરી આપવામાં આવશે. તેમજ હવે પછીનો વિના મૂલ્યે નેત્ર ચિકિત્સા શિબિરનું આયોજન ચાંપલધરા ગામે (દીગેન્દ્ર નગર પ્રાથમિક શાળા) ખાતે તારીખ 9- 3-2025 ને રવિવાર ના રોજ કરવામાં આવશે.
રીપોર્ટર ભરત પટેલ નવસારી
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)