બનાવની હકીકત એવી છે કે ફરિયાદી દીપકકુમાર બાબુભાઈ પરમાર એમના કુટુંબી ભાઈ રમેશભાઈ ચેલાભાઈ સોલંકી સાથે વાંરાહી મામલતદાર કચેરી કામ અર્થ થઈ ગયા હતા ત્યાં આરોપી તેજાભાઈ લગધીરભાઈ ઠાકોર રહે બામરોલી એ મામલતદાર કચેરીનું કામ કેમ કરે છે અને મારી પાસે કામ માટે માણસોને કેમ આવવા દેતો નથી તેવી વાત કરી ઝઘડો કરવા લાગે અને ઉશ્કેરાઈ જઈ ગાળો બોલવા લાગેલ તે સમયે તેજાભાઈ નો દીકરો દિપકભાઈ ઠાકોર અને કુલદીપ બંને swift ગાડી લઈ આવેલ અને આ ત્રણેય વ્યક્તિઓએ મળીને ફરિયાદીને માર મારી ગાળો બોલે અને ગાડીમાંથી લાકડી કાઢી ફરિયાદીને માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ આપવાની શબ્દો બોલી જાહેરમાં અપમાનિત કર્યા હતા જે સમયે સાથે આવેલ રમેશભાઈ ચેલાભાઈ ફરિયાદીને વારાહી સરકારી હોસ્પિટલ લઈ ગયેલ જ્યાં તેમને ખંભા અને પગના ભાગમાં ઈજા થયેલ હોસ્પિટલ થી આવ્યા બાદ ફરિયાદી રૂબરૂ વારાહી પોલીસ સ્ટેશન આવી એક્રોસિટી અને વિવિધ કલમો સહિત ફરિયાદ દાખલ કરાવેલ હોય આગળની તપાસ વારાહી પોલીસ કરી રહી છે
રીપોર્ટર મુકેશ પ્રજાપતિ સાંતલપુર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)