બાબરા તાલુકાના વાંડળિયા ગામે આજે વિકાસના નવા સોપાનો સર કરવાના ભાગરૂપે બે નવા બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય જનક તળાવીયાના હસ્તે અંદાજીત ૧ કરોડ ૫૫ લાખ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થશે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સીટના સદસ્ય, તાલુકા પંચાયત પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, નગરપાલિકા સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા ભાજપ મહામંત્રી, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ, વાંડળિયા ગામના સરપંચ, પંચાયત બોડીના સદસ્ય, તલાટી મંત્રી અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ગામના સરપંચએ જણાવ્યું હતું કે, આ બ્રિજ બનવાથી ગામના લોકોને અવરજવર કરવામાં ઘણી સરળતા રહેશે અને વિકાસના નવા દ્વાર ખુલશે.
ધારાસભ્ય જનક તળાવીયાએ જણાવ્યું હતું કે, સરકાર હંમેશા ગામડાઓના વિકાસ માટે તત્પર છે અને આ બ્રિજ પણ તેનો જ એક ભાગ છે. તેમણે ઉમેર્યું હતું કે, ભવિષ્યમાં પણ આવા અનેક વિકાસના કાર્યો હાથ ધરવામાં આવશે.
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)