February 12, 2025 9:13 am

અંબાજી ખાતે શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ

૨.૮ કી.મી અંતરે પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાને જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલે કરાવ્યું પ્રસ્થાન

પરીક્રમા દોડ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલ દ્વારા પ્રોત્સાહિત કરાાયા

લાખો કરોડો માઇભકતોના આસ્થાના કેન્દ્ર એવા અંબાજી ખાતે ૫૧ શકિતપીઠ પરિક્રમાના બીજા દિવસે શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરીને ધન્યતા અનુભવી હતી. અંબાજી ખાતે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, બનાસકાંઠા દ્વારા આયોજીત પરિક્રમા દર્શન દોડ સ્પર્ધાને જિલ્લા કલેકટરશ્રી મિહીર પટેલ દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.

આ સ્પર્ધા અંબાજી ગબ્બર તળેટી ચાચર ચોકથી પ્રારંભ કરાવીને ૨.૮ કિ.મીના અંતર સાથે પૂર્ણ કરાઈ હતી. બે કેટેગરીમાં આયોજિત આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. એક સ્પર્ધા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ માટે તથા એક જનરલ કેટેગરીની દોડ સ્પર્ધા યોજાઈ હતી. દોડ સ્પર્ધામાં વિજેતા સ્પર્ધકોને જિલ્લા કલેકટરશ્રી અને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર અને પ્રોત્સાહક રકમના ચેક એનાયત કરાયા હતા.

દોડ સ્પર્ધાની વિદ્યાર્થી કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ભરથરી દશરથભાઈ, બીજા ક્રમાંકે અંગારી મુકેશભાઈ તથા ત્રીજા ક્રમાંકે ભરથરી પ્રકાશભાઈ વિજેતા બન્યા હતા જ્યારે જનરલ કેટેગરીમાં પ્રથમ ક્રમાંકે ડાભી વિપુલભાઈ,બીજા ક્રમાંકે પરમાર હર્ષભાઈ તથા ત્રીજા ક્રમાંકે રાઠોડ રવિન્દ્રભાઈ વિજેતા બન્યા હતા. આ દોડ સ્પર્ધામાં અંબાજી વહીવટદાર અને અધિક કલેક્ટરશ્રી કૌશિક ભાઈ મોદી, પ્રાંત અધિકારીશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ સહિત બહોળી સંખ્યામાં સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें