આજે 12-02-25 મહા પૂનમ. વર્ષ 1887 નડિયાદના સંત સંતરામ મહારાજશ્રી નો સમાધિ દિવસ.
આખુ નડિયાદ અવધૂત કક્ષાના તે સંતના ભક્તિ રંગમાં રંગાઈ ગયુ.
તેઓ વર્ષ 1872 માં ગિરનારથી નડિયાદ આવ્યા. ગિરનારી બાવા, વૈદેહી બાવા, સુખ સાગરજી વગેરે એમના બીજા નામ હતા.
નડિયાદમાં આવીને રાયણના ઝાડની બખોલમાં રહ્યા હતા અત્યારે એ જગ્યા પર એમની દેરી છે.
રાયણના ઝાડની નજીક એક કૂવો હતો. એક વ્યક્તિ ત્યાં ડોલ અને દોરી લઈને પાણી ભરવા આવ્યો. સંતરામ મહારાજે એને પોતાના નહાવા માટે પાણી ભરવા કહ્યું પણ એણે ના ભર્યું. સંતરામ મહારાજ કૂવાની પાળે બેઠા અને કૂવાનું પાણી ઉપર આવ્યું.
ગામની એક વ્યક્તિએ એમને જમવા બોલાવ્યા. એમણે કહ્યું : હું ફક્ત દૂધ લઈશ. પેલો વ્યકિત રોવા માંડ્યો. મારી ભેંસ વસૂકી ગઈ છે. મારી પાસે દૂધ નથી. મહારાજે એને તૂંબડી આપી ને કહ્યું : આને તારી ભેંસ પાસે ટપક મૂકજે. તૂંબડી હુંફાળા દૂધથી ભરાઈ ગઈ.
આવા અનેક ચમત્કાર થતાં લોકો ટોળે વળ્યાં. મહારાજે ત્યાંથી ચાલવા માંડ્યું. ગામના વડીલ પૂજા ભાઈ એ એમને વિનંતી કરી રોક્યા, પણ એક મહિનામાં એમણે જીવંત સમાધિ લીધી. સમાધિ પ્રકાશમાન થઈ અને દીવો પ્રગટ્યો. આજે પણ ત્યાં અખંડ દીવો સળગે છે. પૂજાભાઈએ ગાદી બેસાડી અને સામાજિક કાર્યો શરૂ કર્યા. અત્યારે આઠમા ગાદીપતિ બેઠા છે.
નિયમ અનુસાર ગાદીપતિ કોઈ દિવસ મંદિરની બહાર નીકળતા નથી. કોઈની પાસે મદદ કે દાન માંગતા નથી. પણ વિશ્વસ્તરે નોંધનીય અધધધ સેવાકીય સામાજિક કાર્યો થઈ રહ્યા છે. શૈક્ષણિક, આરોગ્ય, સાંસ્કૃતિક,ભોજનાલય, સમૂહ લગ્નોત્સવ જેવા અનેકવિધ કાર્યક્રમો અવારનવાર યોજાય છે. મોટાભાગના નડિયાદ વાસીઓ આ મંદિરની કોઈના કોઈ પ્રકારની સેવાનો લાભ લે છે.
આજના દિવસે મોટો મેળો ભરાય. પોષી પૂનમના દિવસે બોર ઉછાળવાની પરંપરા રહી છે. જમીન પર પગ મુકવા જેટલી જગ્યા ના મળે તેટલી ભીડ હોય છે.
જ્યાં જુઓ ત્યાં એક હું શબ્દ સંભળાય ‘જય મહારાજ!’
વિશેષ માહીતી : રાકેશભાઈ પટેલ, નડિયાદ.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)