બાબરા: લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા હંમેશા લોકોની સાથે રહીને લોકહિતના કાર્યો કરતા આવ્યા છે. પછી તે રોડ-રસ્તાની સુવિધા હોય, આરોગ્યલક્ષી સુવિધા હોય કે ખેડૂતોના પ્રશ્નો હોય, તેઓ સતત લોકો માટે કાર્યરત રહે છે.
તાજેતરમાં, બાબરા-વાસાવડ-ગોંડલ રોડ પર આવેલા જૂના અને જર્જરીત નાળાં પુલિયાની સમસ્યા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના ધ્યાને આવતા તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ પુલિયા ઘણા સમયથી જર્જરીત અવસ્થામાં હતા, જેના કારણે અકસ્માતો થવાની સંભાવના પણ રહેતી હતી.
જનકભાઈ તળાવિયાએ આ સમસ્યાને ગંભીરતાથી લઈને રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી. તેમની સતત પ્રયાસોના પરિણામે સરકારે આ જર્જરીત નાળાં પુલિયાને આરસીસીના નવા બનાવવા માટે અંદાજિત રૂ. 23 કરોડ 65 લાખનો ખર્ચ મંજૂર કર્યો છે.
આ નાળાં પુલિયાના નવીનીકરણથી આ વિસ્તારના લોકોને મોટી રાહત મળશે. જર્જરીત પુલિયાના કારણે થતી મુશ્કેલીઓ દૂર થશે અને સલામત મુસાફરીનો અનુભવ થશે.
આ મહત્વના કાર્ય માટે વિસ્તારના લોકોએ ધારાસભ્ય જનકભાઈ તળાવિયાનો આભાર માન્યો હતો અને તેમના લોકહિતના કાર્યોની પ્રશંસા કરી હતી.
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
![The Gujarat Live News](https://secure.gravatar.com/avatar/0a7a0a93950ca802976b2f6ecd939cd9?s=96&r=g&d=https://thegujaratlivenews.com/wp-content/plugins/userswp/assets/images/no_profile.png)