જૈનજાગૃતિ સેન્ટર સેન્ટ્રલ બોર્ડ અને ચેરીટેબલ ટ્રસ્ટ ની 50 વર્ષની સુવર્ણજયંતીની ઉજવણી પ્રસંગે સમગ્ર ભારતભરના જૈન જાગૃતિ સેન્ટરોએ તારીખ 9/ 2 /2025 ના રવિવારના રોજ મેઘા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ એમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ મહેસાણા એ પણ મેટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ સિવિક સેન્ટર મહેસાણા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં જૈન જાગૃતિ સેન્ટર લેડીઝ વિંગ એ 149 રક્ત બોટલ એકત્રિત કરેલ. ડો. શ્રી અનિલભાઈ નાયક ચેરમેન શ્રી IMA દિલ્હી
તથા જૈન શ્રેષ્ટીવર્ય
શ્રી જશુભાઈ શાહ દીપ પ્રગટાવી બ્લડ ડોનેશન કેમ્પનું ઉદઘાટન કરેલ.
જે જે સી વિંગના પ્રમુખ શ્રીમતી કાશ્મીરા હરડે, સેક્રેટરી સ્વાતિ શાહ, ઉપ-પ્રમુખ ઇન્દુ શેઠીયા વર્ષા શાહ ટ્રેઝરર નીલુ શેઠ તથા સૌ કારોબારી સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવ્યો હતો. એક મહિલા તરીકે અલકાબેન શાહ જેમણે 65મી વાર ગૌરવપ્રદ રક્તદાન કર્યું હતું. સર્વોદય બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ શાહ તથા પૂર્વ કોર્પોરેટર જનકભાઈ બ્રહ્મભટ્ટ એ પણ રક્તદાન કર્યું હતું.
જે જે સી સેન્ટ્રલ બોર્ડ તરફથી દરેક રક્તદાતા ને તેમના આ સેવા કાર્ય બદલ સ્મૃતિ ચિન્હ તથા સન્માન પત્ર તથા આપવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
