September 1, 2025 9:39 pm

ખેડૂત પોતે જ પોતાનો વકીલ અને જાગૃત હશો તો શેઢા પાળાના કજીયા ઘટશે.

ખેતીવાડી રેવન્યું નિષ્ણાંત વકીલશ્રી રમણીકભાઈ કોટડીયાનો બે દિવસનો તાલીમ કેમ્પ તેમની વાડીમાં રાજકોટમાં યોજાયો

રાજકોટમાં આજી ડેમ – રામ વન પાસે એડવોકેટ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં ખેડૂત માર્ગદર્શન શિબીર યોજાય.કડકડતી ઠંડીમાં રહેવા, જમવા, ચા, નાસ્તાની ઉત્તમ વ્યવસ્થા સાથે ખેડૂત તાલીમ સેમીનારમાં ખેડૂતને ખેતીલાયક જમીન માટે જરૂરી કાયદાકીય સ્પેશ્યલ માહિતી DILR (સર્વેભવન) માંથી મળતા ડોક્યુમેન્ટ ખેતીલાયક જમીન માટે ખાસ જરૂરી (૧) ટીપ્પણ (૨) સ્ક્રેચ (૩) સીમ તળનો નકશો(૪) ફેસલ પત્રક (પ) આકાર બંધ (૬) સીમ ખરડો (૭) હક્કપત્રક એટલે કે ૬નંબર (૮) ૭ નંબર એટલે કે ખેતરની જન્મ કુંડળી અને ૧૨ નંબર એટલે કે તેમાં વાવેતર કરી તે અને ૮-અ એટલે ખાતાવહી તેમજ ૧૬ નંબર એટલે કે પાણીપત્રક વગેરે ઉપર ખુબજ સરળ શૈલીમાં અભણ ખેડૂતને મગજમાં બેસી જાય તેવા દ્રસ્ટાંત સાથે અવગત કર્યા. વધારાના ડોક્યુમેન્ટસ તેમજ માપણી અને માપણીના ચાર્જ અને વારસાઈ આંબો કેમ બનાવવો? વારસાઈ કરાવવી, વહેંચણી કેમ કરવી, કે.જે.પી. કેમ કરાવવી તેમજ બધા ફોર્મ જાતે કેવી રીતે ભરવા તે શીખવાડ્યું. શિબીર પૂર્ણ થતા બધા જ ખેડૂતો સારા પ્રતિભાવ આપ્યા……

ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ ભાનુભાઈ પાનશેરીયાએ રમણીકભાઈ કોટડીયાને ખેડૂતોના પ્રમાણિક, નિડર, નિષ્પક્ષ માર્ગદર્શન આપનાર અને રેવન્યુના ખરા રાહબર કહી બિરદાવ્યા.અને સરકારને સંબોધીને જણાવ્યું હતું કે ૧૯૫૩ની આજુબાજુના ખેતરના ટીપ્પણ બનાવ્યા છે તેમાં જેટલું બે ખૂટા વચ્ચે પરફેક્ટ માપ મળે છે અને ૧૬ કડીની ૧ સાંકળ પણ તે કજીયા વગરના માપ હતા.તે અધિકારીઓને ધન્યવાદને પાત્ર છે. પણ હાલ વિજ્ઞાન યુગમાં સેટેલાઇટ પ્રમાણે માંથાના વાળ કરતા પણ સુક્ષમ પોઈન્ટ બતાવે છે પણ માપણી સીટમાં બેં ખૂંટા વચ્ચે પરફેક્ટ માપ લખતા નથી.તેમાં સ્કેલ માપ પ્રમાણે ૧. સેમી બરાબર ૧૦ મીટર બતાવે છે તે ખરેખર ખેડૂતો માટે કજીયાનું મૂળ છે. ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે . અને ભારતના ખેડૂતો માટે સરકાર સારૂ વિચારી માપણી સીટમાં બે ખૂંટા વચ્ચે પરફેક્ટ માપ લખે તો ખેડૂતોને શેઢા પાળાના કજીયા ઓછા થાય. તેમ જણાવ્યું હતું.

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ