August 31, 2025 2:52 pm

સાપુતારા પોલીસની ટીમે પોક્સોના ગુન્હામાં નાસતા ફરતા વોન્ટેડઆરોપીનેઝડપી પાડ્યો

ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા અને નાયબ પોલીસ અધિક્ષક એસ. જી. પાટીલનાઓ દ્વારા બીજા રાજ્યમાં નોંધાયેલ ગુનાઓનાં નાસતા ફરતા આરોપીઓ જે ડાંગ જિલ્લામાં રહેતા હોય તેવા. કિસ્સામાં સદર વોન્ટેડ આરોપીઓને પકડી પડવાની સૂચનાઓ આપી હતી. સાપુતારા પોલીસ મથકનાં પીઆઈ આર.એસ.પટેલ તથા પીએસઆઈમાં પી. ડી. ગોંડલિયા તેમજ પીએસઆઈ જે. જી. અનડકટને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાન રાજ્યના ઉદયપુર જિલ્લાના ઋષભદેવ પોલીસ મથકે પોકસોના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી હાજારામ નારાયણ મીણા (ઉં.વ.૨૩ રહે.મગરાબાવશી ભુદર્ભ ફળીયુ, પો.ઋષભદેવ જિ.ઉદયપુર રાજસ્થાન) જે ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે આવેલ છે અને મજૂરી કામ કરે છે. જે બાતમીના આધારે સાપુતારા પોલીસ મથકનાં.પીઆઈ આર.એસ.પટેલની ટીમે સાપુતારા ઓડીટોરીયમ ખાતે પહોંચી જઈ મજુરી કામ કરતા હાજારામ નારાયણ મીણાને ઝડપી પાડ્યો હતો.

રીપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal