અમરેલી તાલુકાના ચીતલ ગામે મોટર સાઈકલની ચોરી કરનાર ઇસમને ચોરીના મોટર સાઇકલ સાથે પકડી પાડી, વાહન ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી.

→ ગુન્હાની વિગતઃ- લાલજીભાઈ સોમાભાઈ નકુમ, ઉ.વ.૪૫, રહે. મોણપુર, તા.જિ.અમરેલી વાળાએ પોતાનું હીરા હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ રજી. નંબર જી.જે.૨૩.એ.ઈ.૬૯૪૭ કિ.રૂ.૧૫,૦૦૦/- નું ચીતલ ગામે બજારમાં પાર્ક કરેલ હોય, જે મોટર સાયકલ ગઇ તા.૦૮/૦૨/૨૦૨૫ ના સવારના નવ વાગ્યાથી દસ વાગ્યા દરમ્યાન કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ જઇ ગુનો કરેલ હોય, જે મોટર સાયકલ ચોરી અંગે લાલજીભાઇએ ફરીયાદ જાહેર કરતા અમરેલી તાલુકા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૪૨૫૦૦૯૫/૨૦૨૫, બી.એન.એસ. કલમ ૩૦૩(૨) મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરુધ્ધ નોંધાયેલ.

ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. પો.ઈન્સ. શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે અમરેલી તાલુકા વિસ્તારમાંથી ઉપરોકત ચોરીના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડી, પકડાયેલ આરોપી તથા મળી આવેલ મોટર સાયકલ આગળની કાર્યવાહી થવા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

→ પકડાયેલ આરોપી:-

પ્રકાશ ઉર્ફે પકો સવજીભાઈ વાઘેલા, ઉ.વ.૧૯, રહે.કેશવાળા, ગોંડલ રોડ તા.ગોંડલ, જિ.રાજકોટ.

→ પકડાયેલ મુદ્દામાલ:-

એક હીરો હોન્ડા કંપનીનું સ્પ્લેન્ડર પ્લસ મોટર સાયકલ રજી. નંબર જી.જે.૨૩.એ.ઇ.૬૯૪૭કિ.રૂ.૧૫,૦૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. મનિષભાઈ જાની, રાહુલભાઈ ઢાપા, તુષારભાઈ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ