September 5, 2025 8:20 pm

વિજય વિદ્યામંદિર દાંતીવાડા ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સી.મોદી સાહેબ ની અધ્યક્ષતા માં ધોરણ ૧૦ ના વિધાર્થીઓનો દિક્ષાંત સમારોહ, ધોરણ ૧૨ ના વિધાર્થીઓનો વિદાય સમારંભ અને નવા નિમાયેલા આચાર્ય શ્રી નો અભિવાદન કાર્યક્રમ યોજાયો

કાર્યક્રમ ની શરૂઆત મા સરસ્વતીની પૂજા કરી કરવામાં આવી.શાળાની વિધાર્થીઓનીઓએ પ્રાર્થના અને સ્વાગત ગીત ગાયું હતું.જે વિધાર્થીઓ બોર્ડ અને શાળામાં સારું પરિણામ લાવ્યા હતા એમને શાળા ના ટ્રસ્ટી ગણ વાલી મંડળ ના પ્રમુખ અને અન્ય

દાતાશ્રીઓએ ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.જેથી ચાલુ વર્ષે અભ્યાસ કરતા વિધાર્થીઓને મહેનત કરવાની પ્રેરણા મળી રહે.શાળા માં કામ કરતા શિક્ષક મિત્રો નું પરિણામ ૮૦% થી ઉપર હતું એવા શિક્ષક મિત્રો ને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યું હતું.બનાસ કાંઠા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ ના પ્રમુખ શ્રી હરેશભાઈ ડાભી, ગુજરાત હાઈસ્કૂલ પાલનપુર ના આચાર્ય શ્રી ઇલિયાસભાઈ સિન્ધી,જડીયા હાઈસ્કૂલ ના નિવૃત્ત ઈનચાર્જ આચાર્ય શ્રી અરવિંદભાઈ ડાભી એ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને આશિર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમ માં પ્રમુખ શ્રી પ્રવીણભાઈ સી.મોદી સાહેબ, મંત્રી શ્રી કલ્પેશભાઈ બી.મોદી સાહેબ,ઉપ પ્રમુખ શ્રી મણીલાલઆર.પઢિયાર સાહેબ, પુર્વ તાલુકા પ્રમુખશ્રી આહજીભાઇ સાહેબ, પુર્વ કારોબારી ચેરમેન શ્રી જયંતીભાઈ બોચાતર સાહેબ, સુરેશભાઈ મોદી સાહેબ શ્રી મુનીબાવા ટ્રસ્ટ ના પ્રમુખ, જગદીશભાઈ માળી સાહેબ શ્રી વાલીમંડળના પ્રમુખ, કારોબારી સભ્યશ્રીઓ વાડીલાલ રાવલ, દશરથભાઈ પટેલ, દલપતભાઈ મોદી સાહેબ શ્રી, દશરથભાઈ ચોધરી બી.આર.સી. દાંતીવાડા,સમરાજી ઘાડિયા આચાર્ય શ્રી દાંતીવાડા પ્રાથમિક શાળા, પૂર્વ આચાર્ય શ્રી પ્રવીણભાઈ જોષી તથા સમગ્ર દાંતીવાડા ગામ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ નું આયોજન શાળા ના ઈનચાર્જ આચાર્ય શ્રી પ્રભાતભાઈ દેસાઈ અને શાળાના શિક્ષકો મિત્રો એ કર્યું હતું.શાળાના નવનિયુક્ત આચાર્ય શ્રી બળવંતભાઈ રાવળ અને શાળાના ક્લાર્ક શ્રી કલ્પેશભાઈ ઠાકોર નું અભિવાદન શાળા ના ટ્રસ્ટી મંડળે કર્યું હતું

રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ