માર્ચ ૨૭ -૨-૨૦૨૫ થી સમગ્ર ગુજરાત રાજ્યમાં ધોરણ ૧૦અને ૧૨ ની બોર્ડ ની પરીક્ષા નો પ્રારંભ થઇ રહ્યો છે.આ પરીક્ષા દરમિયાન બનાસકાંઠા જિલ્લા ના મુખ્ય મથક પાલનપુર શહેરમાં બહાર થી પરીક્ષા આપવા આવતા અને પાલનપુર શહેરના વિધાર્થીઓ ટ્રાફિક માં ફસાઈ ન જાય અને સરળતાથી પોતાના પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચી જાય તે માટે બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.પાલનપુર ના હાર્દ સમા એરોમા સર્કલ અને હનુમાન ટેકરી વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામ થાય છે.અહીથી નજીવા અંતરે શ્રી કે.કે.ગોઠી હાઈસ્કૂલ, હનુમાન ટેકરી વિસ્તારમાં શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ, સેન્ટ પોલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ અને ગુરુકુળ વિદ્યાલય આવેલા છે.આ શાળાઓમાં વિધાર્થીઓ બોર્ડ ની પરીક્ષા આપવા આવતા હોય છે.આ વિધાર્થીઓ ટાઈમ સર પરીક્ષા સ્થળ ઉપર પહોંચી જાય.અને પાલનપુર શહેરમાં આવેલી બીજી શાળાઓમાં વિધાર્થીઓને કોઈ પણ જાતનું ટ્રાફિક ન નડે તે માટે કલેકટર શ્રી બનાસકાંઠા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.જે અનુસાર આબુ રોડ તરફ થી આવતા અને ડીસા તરફ જવા વાહનો ને ચિત્રાસણી થી વાઘરોલ ચોકડી -ચંડીસર હાઈવે થી ડીસા તરફ જશે, આબુ રોડ થી અમદાવાદ તરફ જવા વાળા વાહનો ને પાલનપુર જુના આરટીઓ બ્રીજ પરથી નવા આરટીઓ થઇ,ધનિયાણા ચોકડી થઇ, રતનપુર લાલા વાડા -ડેરીરોડ થઇ જગાણા હાઈવે થઇ અમદાવાદ તરફ જશે,આ માટે ત્રણ જગ્યાએ પોલીસ પોઈન્ટ મુકવામાં આવશે અને જાહેરનામા નો અમલ કરાવવા માં આવશે.આ અંગે ની કામગીરી પાલનપુર તાલુકા પોલીસ કરશે.અને પાલનપુર શહેરમાં પાલનપુર શહેર ટ્રાફિક પોલીસ, પાલનપુર પ્રશ્ચિમ અને પાલનપુર પૂર્વ પોલીસ સ્ટેશન ના કર્મચારીઓ કરશે.જહેરનામા નો ભંગ કરશે એના સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન -બનાસકાઠા
