જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અઘ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં કિસાન સન્માન સમારોહ યોજાયો
પાટણ જિલ્લામાં પી.એમ.કિસાન સન્માન સમારોહમાં ૧૯ હપ્તા પેટે ૨,૦૮,૩૧૩ ખેડૂતોને ૪૧.૬૬ કરોડની રકમ ખેડૂતોના ખાતામાં જમા થઈ – જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોર
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર અને કૃષિ વિભાગ બિહાર સરકાર દ્વારા સંયુક્ત રીતે ભાગલપુર,બિહાર ખાતે ૨૪ મી ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ વડા પ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં PM કિસાન સન્માન સમારોહ યોજનાનો ૧૯ મો હપ્તો રીલીઝ કરવા માટે” કિસાન સન્માન સમારોહ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનું જીવંત પ્રસારણ પ્રસારણ દેશના તમામ રાજ્યોમાં કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરના અઘ્યક્ષસ્થાને હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના શ્યામાપ્રસાદ મુખર્જી હોલમાં કિસાન સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.
PM કિસાન સન્માન સમારોહ યોજના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ વર્ચ્યુલ માધ્યમથી જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે ખેડૂતલક્ષી સંબોધન કર્યું હતું. પી.એમ. કિસાન યોજના અંતર્ગત પ્રગતિશીલ ખેડૂતોની સાથે કૃષિલક્ષી વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હેતલબેન ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હંમેશા ખેડૂતોને વિપરીત પરિસ્થિતિમાં મદદરૂપ કરવા માટે ખેડૂતો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. ખેડૂતોને ખેતીલક્ષી માર્ગદર્શન આપવા માટે સને ૨૦૦૫ થી કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું. આ કૃષિ મેળા થી ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી સફલ પણ બન્યા છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે. ભારત સરકાર અને રાજ્ય સરકારના સયુંકત અભિગમના પ્રયાસોના લીધે પી.એમ.કિસાન યોજના અંતર્ગત પાટણ જિલ્લામાં ૨,૨૯,૦૦૦ ખેડૂતોને રૂ.૨૦૦૦ લેખે ૧૮ હપ્તા મળી કુલ ૭૦૪.૫૦ કરોડની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતોમાં બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. આજે ૨૪ મી ફેબ્રુઆરીના રોજ પી.એમ.કિસાન સન્માન સમારોહમાં ૧૯ હપ્તા પેટે અંદાજે પાટણ જિલ્લામાં ૨,૦૮,૩૧૩ ખેડૂતોને ૪૧.૬૬ કરોડની રકમ ભારત સરકાર શ્રી દ્વારા ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર તરફથી સતત માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જેથી ખેડૂતો ચીલાચાલુ ખેતીને બદલે ખેડૂતો જમીનનું ટેસ્ટિંગ કરાવીને આધુનિક ખેતી કરતા થયા છે. અમે જિલ્લા વહીવટી તંત્ર સાથે રહીને સરકારશ્રીની ખેડૂતલક્ષી યોજનાઓનો અમલ કરાવશું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હેતલબેન ઠાકોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.એલ. પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી જે.ડી.પટેલ, સમોસા કૃષિ કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. ઉપેશકુમાર , જિલ્લાના અધિકારીશ્રી – કર્મચારીઓ, જિલ્લાના ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
પી.એમ.કિસાન યોજના હેઠળ ખેતી લાયક જમીન ધરાવતા હોય તેવા ખેડુત પરિવારોને દર વર્ષે ત્રણ સમાન હપ્તાઓમાં રૂ.૬,૦૦૦/- ની સહાય આપવામાં આવે છે. આ યોજના માટે કુટુંબની વ્યાખ્યામાં પતિ, પત્ની અને તેમના ૧૮ વર્ષથી ઓછી ઉમર ધરાવતા સંતાનોનો સમાવેશ થાય છે. પાટણ જિલ્લામાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ (પી.એમ. કિસાન) યોજના અંતર્ગત પાટણ જીલ્લામાં ૨,૨૯,૦૦૦ ખેડૂતોને રૂ.૨૦૦૦/ લેખે ૧૮ હપ્તા મળી કુલ ૭૦૪.૫૦ કરોડની રકમ ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી. જેના થકી ખેડુતોને ખેતી ઇનપુટ ખરીદીમા મદદ મળી.
૨૪ મી ફેબ્રુઆરીના રોજ કિસાન સન્માન સમારોહમાં ૧૯ હપ્તા પેટે અંદાજે પાટણ જિલ્લાના ૨,૦૮,૩૧૩ ખેડૂતોને ૪૧.૬૬ કરોડની રકમ ભારત સરકારશ્રી દ્વારા ખેડુતોના બેંક ખાતામાં સીધી જમા કરવામાં કરવામાં આવી હતી.
ખેડૂતની આવક બમણી કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. વૈજ્ઞાનિક ઢબે કૃષિ પરિસ્થિતિનું આકલન કરી ખેત ઉત્પાદન વધારવાની અને નવીન ટેકનોલોજી અને ટકાઉ વિકાસને સાધીને ખેતી ખર્ચ ઘટાડવાની રાજ્ય સરકારની નેમ છે. ‘રાજ્ય સરકાર ખેડૂતોની આવક બમણી કરવાના નિર્ધારને પૂર્ણ કરવા કટિબદ્ધ છે.”
The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ
