એ.સી.બી.ની સફળ ટ્રેપ ફરીયાદી એક જાગૃત નાગરિક

આરોપી નં.૧ ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસીસ્ટન્ટ, વર્ગ-૩, (ચાર્જ-કચેરી અધિક્ષક), નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-૨, પાલનપુર, બનાસકાંઠા નં-૨. અંકીતાબેન બાબુલાલ ઓઝા, ઉ.વ.૩૬, નાયબ કલેક્ટર, વર્ગ-૧, સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-૨, પાલનપુર, બનાસકાંઠા. ગુનો બન્યા તારીખ તા.૨૫/૦૨/૨૦૨૫ લાંચની માંગણીની રકમ રૂપિયા ૩,૦૦,૦૦૦/- લાંચ સ્વીકારેલ રકમ:- રૂપિયા ૩,૦૦,૦૦૦/- લાંચની રીકવર કરેલ રકમ:- રૂપિયા ૩,૦૦,૦૦૦/- ગુનાનુ સ્થળ:- સ્ટેમ્પ ડ્યુટી મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-૨, પાલનપુર

જી.બનાસકાંઠા.ગુનાની ટુંક વિગત આ કામે હકિકત એવી છે કે, ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યુટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલ. જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યુટીનુ ચલણ ઝડપથી આપવા સારૂ એક મકાનના રૂ.૧,૫૦,૦૦૦/- લેખે બે મકાનના રૂ.૩,૦૦,૦૦૦/- લાંચની માંગણી આરોપી નં.૨ ના કહેવાથી આરોપી નં.૧ નાઓએ કરેલ. જે લાંચના નાણાં ફરીયાદી આરોપીને આપવા માંગતા ન હોય, એ.સી.બી.નો સંપર્ક કરતાં આજરોજ ફરીયાદીની ફરીયાદના આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં છટકા દરમ્યાન આરોપી નંબર-૧ એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાત-ચીત કરી, લાંચના નાણાં સ્વિકારી તે નાણાં આરોપી નં.૨ નાઓને તેમના ચેમ્બરમાં આપી, બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરી, સ્થળ ઉપર પકડાઇ જઇ પોતાના રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂર ઉપયોગ કરી, ગુનાહીત ગેરવર્તણુક કરી ગુનો કરી પકડાય ગયેલ છે. ટ્રેપીંગ ઓફીસર શ્રી એચ.બી.ચાવડા ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર ગાંધીનગર એ.સી.બી. એકમ સુપર વિઝન અધિકારી શ્રી એ.કે.પરમાર મદદનીશ નિયામક ગાંધીનગર એ.સી.બી. એકમ

The Gujarat Live News Chief Editor ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશનના વિસ્તારના સોનાર ગામની સીમમાંથી ભેંસ જીવ-૦ર નું કતલ કરી તેનું માંસ ભરી ગયા અંગે દાખલ થયેલ ગુન્હાનો ભેદ ઉકેલી રૂ.૧,૧૧,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ૦૪ ઇસમોને પકડી પાડતી એલ.સી.બી. પાટણ