ચૈત્રી બીજની પૂર્વ સંધ્યાએ અશોક સચદે એન્ડ ગ્રુપ ગાંધીધામના સથવારે મ્યુઝિકલ તંબોલા હાઉઝી કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરવામાં આવેલ.
રાપરમાં લોહાણા મહાજન, લોહાણા યુવક મંડળ તથા લોહાણા મહિલા મંડળ દ્વારા ઇષ્ટદેવ દરિયાલાલ દાદાની ૮૫૧ મી જન્મ જ્યંતિ (ચૈત્રી બીજ) ની ધામ ધૂમથી ઉજવણી કરાઈ હતી,
સૌ પ્રથમ દરિયાસ્થાન મંદિરથી વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હતી જે શહેર ના મુખ્ય માર્ગો ઉપર ફરીને આઢવાડા તળાવ પહોંચી હતી અને ત્યાં પૂજ્ય દરિયાલાલ દાદાની સમૂહઆરતી ઉપસ્થિત લોહાણા જ્ઞાતિજનો દ્વારા કરવામાં આવેલ,
સાંજે દરિયાસ્થાન મંદિરે મહા આરતીનું આયોજન કરાયું હતું ત્યારબાદ રાત્રે લોહાણા જ્ઞાતિજનો તેમજ સારસ્વત બ્રહ્મ સમાજ માટે મહા પ્રસાદ (ભોજન પ્રસાદ) ની વ્યવસ્થા કરવામાં આવી હતી, શોભાયાત્રા દરમ્યાન લોહાણા મહાજન દ્વારા શેરડી નો રસ તથા ઠંડા પાણી અને જલારામ ગ્રુપ રાપરના લોહાણા સમાજના ભાઈઓ દ્વારા ડ્રાયફ્રુટ લચ્છીની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી,
ચૈત્રી બીજની પૂર્વ સંધ્યાએ ગાંધીધામના પ્રખ્યાત અશોકભાઈ સચદે એન્ડ ગ્રુપ દ્વારા મ્યુઝિકલ તંબોલા હાઉઝી કાર્યક્રમનું ભવ્ય આયોજન શ્રી જલારામ રઘુવંશી લોહાણા કન્યા છાત્રાલય મધ્યે કરાયું હતું જેમાં કે. સી. ઠક્કર, લખમસીભાઈ પોપટ, શામજીભાઈ સચદે, રતિલાલ પુજારા,કાંતિલાલ નાથાણી, ચાંદ ભીંડે સહીત આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા, છાત્રાલયના પ્રમુખ અંજનાબેન આર. ચંદે તથા છાત્રાલયની બાળાઓએ સહયોગ આપ્યો હતો,
કાર્યક્રમનું દીપ – પ્રાગટ્ય ઉપસ્થિત આગેવાનોના હસ્તે કરવામાં આવેલ, કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ બળવંતભાઈ વી. મીરાણી દ્વારા કરવામાં આવેલ હતી,
સમગ્ર ભક્તિમય કાર્યક્રમમાં રાપર લોહાણા મહાજન પ્રમુખશ્રી રાજેશભાઈ રતનશીભાઈ ચંદેની આગેવાનીમાં લોહાણા મહાજનના હોદેદારો રસિકલાલ આદુઆણી, ભોગીલાલ મજીઠીયા, બળવંતભાઈ મીરાણી, પ્રભુલાલ રાજદે, પ્રફુલભાઈ ચંદે, વિનોદભાઈ મજીઠીયા, હસમુખભાઈ રૈયા તથા કારોબારી સદસ્યોં, રાપર લોહાણા યુવક મંડળના પ્રમુખશ્રી મહેશ કાંતિલાલ ચંદે તથા યુવક મંડળના હોદેદારો રાહુલ કારીયા, ભરત ચંદે, ભાવિન મીરાણી, કલ્પેશ રાજદે, ભાવિક ચંદે, વિપુલ મજીઠીયા, હિતેશ મજીઠીયા, વિશાલ મીરાણી, જયદીપ રૈયા અને કોરોબારી સમિતીના સભ્યો, તેમજ મહિલા મંડળના પ્રમુખ સરસ્વતીબેન હરિલાલ ચંદે તથા મહિલા મંડળની કારોબારીના સભ્યોએ જહેમત ઉઠાવી હતી,
તેવું રાપરથી લોહાણા મહાજનના મહામંત્રી પ્રભુલાલ રાજદેની એક યાદીમાં જણાવે છે.
રિપોર્ટર દિલીપભાઈ ઠક્કર રાપર કચ્છ
