શું પત્રકારો ને સાર્વજનિક સ્વરૂપે તોડબાજ કહેવાનો મંત્રીઓ ને કોઈ પરવાનો મળી જાય છે..??
ગુજરાત ના વરઘોડા મંત્રી પત્રકારો સામે કાયદો વાપર્યો પણ દબાણકારો,ભ્રષ્ટ અધિકારીઓ સામે કેમ નહીં..??
શું સત્તામાં બેઠેલી ફાટેલી નોટ માત્ર પત્રકારો ને તોડબાજ સમજે છે..?? તો પોલીસ નું હપ્તારાજ ક્યાં સુધીનું છે…???
કોઇપણ વાક્યોની સહનશક્તિ ની પણ મર્યાદાઓ હોય છે,તમને કોઈ પ્રજાજનો ભૂલ કરી સત્તાની ખુરશી આપી દયે ત્યારે તમે કેટલા પ્રમાણિક..?? આ જાણવાનો અધિકાર સૌને છે, આર ટી આઈ કરનારા વિરુદ્ધ તોડબાઝી ના કેસ કરી,તમામ પત્રકારો કે તમામ આર.ટી આઈ કરનારા ને તોડબાજ કહેનારા મંત્રી કેટલા પ્રમાણિક..?? શું પોલીસ તંત્રમાં ચાલતું હપ્તા રાજ ગૃહ મંત્રી સુધી કાર્યરત નથી..? શું અધિકારીઓ ના ખાસ જિલ્લામાં નિમણૂકો ના ભાવ નથી..? પ્રજાને પણ આ સવાલો કરવાનો અધિકાર છે,તો પત્રકારો ને કેમ નહીં.?
તમારા શાસનમાં ઓન રેકર્ડ ભ્રષ્ટાચાર ચાલે છે,કહો એટલા પુરાવા આપું વરઘોડા કાઢશો..? મારી ઘણી તપાસો માં પોલીસ કેસ અને વ્યાજ સાથે રિકવરી ના ઓર્ડર થયા છે,2010 ના ઓર્ડરો ધૂળ ખાય છે,તેનો અમલ કરાવી વરઘોડા કાઢશો..?? ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનો ક્યારેય કોઈએ પ્રયાસ કર્યો નથી આવો ખુલ્લો આક્ષેપ કરું છું. ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની સરકાર ને ઈચ્છા શક્તિ હોય તો કાયદા ઘડવા તમને વિધાનસભામાં બેસાડ્યા છે,કેબિનેટ દર અઠવાડિયે મળે છે,સિટીઝન ચાર્ટ લાગુ કેમ નથી કરતા..? કોઇપણ કામ ના નિકાલ ની અવધિ નક્કી હોય તો કોઈ પાસે ઝાડ ઉપરથી પૈસા પડતા નથી કે લાંચ આપવાનો શોખ થાય..!!
સડી ગયેલું ભ્રષ્ટ તંત્ર આપને ભેટ મળ્યું છે,એવો આક્ષેપ પણ નહીં કરી શકો,કારણ ગુજરાતમાં 30 વર્ષથી આપની સત્તા છે,તમે ભરતી કરેલા,તમારા ગોઠવેલા વહીવટી તંત્ર માં ભરપૂર ભ્રષ્ટાચાર ચાલતો હોય તો નિષ્ફળતા તમારી છે,પોતાની નિષ્ફળતા ઢાંકવા યેન કેન પ્રકારે પત્રકારો ને ટાર્ગેટ કરવા, ખોટી ફરિયાદો દાખલ કરાવી પત્રકારો ને તોડબાજ સાર્વજનિક સ્વરૂપે ગણવા એ નિષ્ફળતા ના કારણે સવાર થયેલું ગાંડપણ છે,કારણ તંત્ર શાસકો ને ઉલટા ચશ્મા પહેરાવવા માટે સક્ષમ છે,એનો પડકાર બની શકે એવી સક્ષમ શાસન વ્યવસ્થા નથી..!!
સુરત માં જેટલા આર ટી આઈ વાળા ને પકડી તોડબાજ પત્રકારો ગણ્યા એટલી આર.ટી આઈ જેના વિરુદ્ધ હતી ત્યાં ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં એની તપાસ કેમ નહીં..? એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કેમ નહીં..? જે અધિકારીઓ રજા ચિટ્ઠી આપે છે, વળી ગેરકાયદેસર બાંધકામ તોડવા નોટીસો પણ આપે છે,તે ગેરકાયદેસર બાંધકામ નો પુરાવો આપે છે,ભ્રષ્ટ તંત્ર નો પુરાવો આપે છે,નથી ગેરકાયદેસર બાંધકામ કરનાર વિરુદ્ધ કોઈ પગલા ભરવાની ત્રેવડ,નથી ભ્રષ્ટ બાબુઓ ઉપર કોઈ પગલા લેવાની ત્રેવડ,માત્ર ત્રેવડ પત્રકારો ને બદનામ કરતા નિવેદનો કરવાની છે..!!
આ પત્રકારો હતા જેમને શેરી ગલીમાં ટપોરી જેમ રખડતા કાર્યકર્તાને પણ નેતા બનાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે, આપના દરેક સંદેશા લોકો સુધી લઈ જવાનું કામ પણ પત્રકારો કરે છે,એનો અર્થ “જે થાળી માં ખાધું એજ થાળી માં થૂંકવા” ની સત્તાના નશા માં આદત પડી ગઈ છે..? ગોપાલ ઇટાલિયા ના કોઈ આક્ષેપો નો જવાબ આપવાની ત્રેવડ ન હોય એની દાઝ પત્રકારો ને બદનામ કરવામાં કેમ..?? દરેક જિલ્લા ના કલેક્ટરો ને આવેદન સ્વરૂપે આક્રોશ પત્ર રજૂ થશે,મુખ્યમંત્રી ની વિનંતી કરી છે,આ પત્રકારો ને સાર્વજનિક રૂપે તોડબાજ કહેતા નેતાને કહો ભાષા ની મર્યાદા રાખે, પત્રકારો બધાજ તોડબાજ નથી,છતાં તોડબાજ ચીતરવાનો પ્રયાસ સાંખી લેવાય પણ નહીં.. બેબાક બોલતા મંત્રીને કહો સાન માં સમજે..!!!
ગુજરાતના મુખ્ય મંત્રી ક્યારેય કોઈનું અપમાન કરતા નથી,બીજાની ભૂલ ની માફી એમણે માંગી હોવાના અનેક દાખલા છે,ત્યારે ભ્રષ્ટાચાર ના સર્વોપરી ગાદી ઉપર બિરાજતા મંત્રી પત્રકારો ને સાર્વજનિક રીતે તોડબાજ કહી અપમાનિત નો કરે, બાકી ગૃહ ખાતા માં શું ચાલે છે,આ બધીજ બાબતો થી પત્રકારો અજાણ નથી.પત્રકાર અને તંત્ર એક બીજાના સહયોગી છે,પત્રકાર સરકાર અને પ્રજા વચ્ચેની મહત્વની કડી છે,સરકાર ની દરેક યોજના,કાર્યક્રમો છેવાડા ના લોકો સુધી પહોંચાડે છે,પ્રજા સમસ્યા તંત્ર અને શાસકો સમક્ષ રજૂ કરે છે, એને જગાડવાનો પ્રયાસ ખૂબ ગંભીર પરિણામો આપી શકે..!!!
—–+ લાભુભાઈ કાત્રોડીયા
