April 4, 2025 5:32 am

ઊંઝાની લીલોતરીમાં પર્યાવરણ સાથે સૌંદર્યમા થશે ઉમેરો, જેસીસ ક્લબ દ્વારા 1120 વૃક્ષો રોપવામાં આવશે.

તા- 31-03-25 સોમવાર ના રોજ ગુજરાત સરકારની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના 2024-25 ની ગ્રાન્ટમાંથી ઊંઝા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં 1120 રોપાનું પ્લાન્ટેશન કરવાનુ કામ ઊંઝા જેસીસ ગ્રુપના પ્રોજેક્ટ “હરીયાળુ ઊંઝા પાર્ટ ૨” ના અંતર્ગત સહભાગી થઇ બે વર્ષ માટેની માવજતની પ્રતિજ્ઞા સાથે ખાતમુર્હત વિધિવત ઊંઝા વિધાનસભાના માન. ધારાસભ્ય શ્રી કે.કે.પટેલ સાહેબ અને ઊંઝા નગરપાલિકાના માન. પ્રમુખ શ્રીમતી જીજ્ઞાબેન ડી. પટેલ (મિલન) ના વરદ હસ્તે ઉમંગ માર્બલની સામે, કેવલેશ્વર હેલ્થ સેન્ટરની પાસે, વિસનગર ચોકડી ખાતે યોજાયુ હતુ. આ શુભ પ્રસંગે ઊંઝા નગરના ટી.પી.સ્કીમ કમીટી ચેરમેન શ્રી મણીભાઇ પટેલ (ઘી), આરોગ્ય કમીટી ચેરમેન શ્રી જિતેન્દ્રભાઇ (મિલન) હાજર રહ્યા હતાં. જેમાં ઊંઝા જેસીસ ગ્રુપના પ્રમુખ શ્રી અલ્કેશભાઇ, પ્રોજેક્ટ ચેરમેન શ્રી ચંદ્રકાંતભાઇ તથા સાથી જે.સી. મેમ્બર્સ હાજર રહી સદર પ્રોજેક્ટને સફળ બનાવવા માટે વસાવેલ નવિન પાણીનુ ટેંકર તથા ટ્રેક્ટરનુ પણ મુર્હત કરી કાર્યક્રમની શોભા વધારી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें