August 31, 2025 10:59 pm

પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ડિઝલનું વેચાણ કરાવા સારૂ સંતાડી રાખેલ કુલ ૫૦ લીટર ડીઝલ કિ. રૂ-૪૫૦૦/- નો જથ્થો પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ, પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ તરફથી મિલ્કત સંબંધિત ગુન્હા શોધી કાઢવા કરેલ સૂચના આધારે પો.ઇન્સ.શ્રી જે.જી.સોલંકી એસ.ઓ.જી. પાટણ નાઓના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પાટણ ટીમ ના માણસો એક્શન પ્લાન બનાવી રણુજ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન ખાનગી રાહે આધારભુત બાતમી મળેલ કે, ખોડલધામ સામે આવેલ જય ગોગા પાન એન્ડ ટી સ્ટોલ માં કીશનજી દલપતજી જાતે.ઠાકોર રહે-સંડેર તા.જી.પાટણ વાળાઓ પોતાના પાર્લર ઉપર રોકાતી ટ્રકોમાથી છળ-કપટથી અલગ અલગ ગાડીઓમાથી ડીઝલ લઈને પ્લાસ્ટીકના કેરબામા ભેગુ કરી આજુબાજુના ગામના માણસોને વેચાણે આપે છે જે હકીકત આધારે સદર જગ્યાએ રેડ કરતાં હકીકતવાળા પાર્લરના પાછળના ભાગે અલગ-અલગ માપના ડીઝલ ભરેલ કેરબાઓ મળી આવેલ જેમાં પ્લાસ્ટીકના કેરબા નંગ-૦૨ જેમાં ૫૦ લીટર ડીઝલ ભરેલ કિં.રૂ.૪૫૦૦/- તથા પતરાનુ ડીઝલ માપવા સારુનુ માપીયુ તથા પ્લાસ્ટીકની આશરે સાત ફુટની નળી કિ.રૂ.-૦૦/- મળી કુલ કિં.રૂ.૪૫૦૦/- નો મુદામાલ બી.એન.એસ. કલમ-૧૦૬ મુજબ કબ્જે કરી આગળની કાર્યવાહી કરવા સારૂ

કાગળો તથા મુદ્દામાલ રણુજ પો.સ્ટે સુપ્રત કરેલ છે. પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) કીશનજી દલપતજી ઠાકોર રહે. મોટો ઠાકોર વાસ, સંડેર તા.જી.પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) ૫૦ લીટર ડીઝલની કિં.રૂ.૪૫૦૦/-

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ