April 3, 2025 10:25 am

રાધનપુર માં રાઘવજી હોટેલ ના ગાર્ડનમા એક ઈશમ દ્વારા વીડિયો મોબાઈલ માં ઉતારી ને મામાં ભાણેજને ધમકી આપતાં ફરિયાદ નોંધવામાં આવી

ઈદનો તહેવાર હોય હોટેલમાં નાસ્તો કરવા ગયેલ દરમિયાન બની ઘટના…જુના ઝગડાનું મન દુ:ખ રાખી ધાક ધમકીઓ આપી હોવાનો ફરિયાદમા ઉલ્લેખ કરવામાં આવ્યો

પાટણ જિલ્લાના રાધનપુરના વારાહી હાઇવે પર આવેલ રાઘવજી હોટેલ ગાર્ડનમા નાસ્તો કરવા આવેલ એક પરિવારને એક લોકો દ્વારા મોબાઈલમાં વિડીયો ઉતારી મામાં ભાણેજને ધમકી આપતાં રાધનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છૅ.ગત તા. 31માર્ચના સાંજના આશરે છ વાગ્યાના અરસામાં ફરિયાદી સિંધીવાસ ખાતે રહેતા ફિરોજખાન નૂરમહોમ્મદ ઇમામ ખાનના ફરિયાદમા જણાવ્યા અનુસાર ઘરે ફરિયાદીનો ફઈનો દિકરો આસિફખાન હુસૈમખાન બલોચ રહે.સિંન્ધીવાસ રાધનપુર જૅ ફરિયાદીના ઘરે આવેલ અને કહેવા લાગેલ કે હું તથા ભાણેજ અરહાન તથા સરફરાજ આજે ઈદનો તહેવાર હોઈ અમો ત્રણેય ભિલોટ ત્રણ રસ્તા પાસે આવેલ રાધવજી હોટલમાં નાસ્તો કરવા માટે ગયેલા અને નાસ્તો કરીને રાધવજી હોટલમાં આવેલ ગાર્ડનમાં ખુરશી ઉપર બેઠેલ હતા તે દરમ્યાન સાહિદ ભાઈ રહિમભાઈ ઘાંચી રહે-રાધનપુર મીરા દરવાજા વાળો ત્યાં આવેલ અને ફરિયાદી તથા ફરિયાદીના ભાણેજોને અચાનક ઉશ્કેરાઈ જઈને ભુંડી ગાળો બોલવા લાગેલ અને મોબાઈલમાં ત્રણેય વ્યક્તનો વિડીયો ઉતારવા લાગેલ અને બેસવાની ખુરશી લઈ સોહિલ, સાહબાઝ, શેરખાન, ફિરોજ તથા રાધનપુરના બલોચોને બજારમાં નીકળો ત્યારે જાનથી મારી નાખવાના છે અને મારી ઉપર સુધી પોહચ છે તેમ કહીને ત્યાંથી ધાક-ધમકી આપીને ચાલ્યો ગયો હતો.

અને આ ઘટનાને પગલે ફરિયાદી અને તેમના ભાણેજ ત્રણેય ખુબ જ ડરી ગયેલ હોઈ ત્યાંથી રીક્ષા લઈને સીધા ઘરે આવેલ અને આ બાબતની જાણ આસિફે કરતા ઘાંચી સાહિંદુભાઈ રહીમભાઈ સાથે જુનો ઝગડો થયેલ હોઈ અને તેનું મને દુ:ખ રાખી આ સાહિદભાઈએ ફઈનો દિકરો આસિફ તથા ભાણેજો અરહાન તથા સરફરાજ સાથે બોલાચાલી કરી મારી ધમકી આપેલ હોય જેથી આ ઇસમ વિરુધ્ધ કાયદેસરની તપાસ કરી કાર્યવાહી બાબતે ફરીયાદ નોંધવામાં આવી હતી

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें