પહેલી જ વાર પ્રયોગાત્મક ધોરણે ભક્તોની સેવા હેતુસર ગોઠવેલ આ કાર્યક્રમને ધાર્યા કરતા વધુ સારો પ્રતિસાદ મળ્યો છે.
આજ ચૈત્ર સુદ ચોથ ઐઠોર શ્રી ગણપતિ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા દિવસ હોવાથી ઐઠોર ગામમાં પરંપરાગત ભવ્ય લોક મેળો યોજાઈ રહ્યો છે, ત્યારે સંસ્થા તરફથી આવતા દાદાના ભક્તોની સેવામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટેની ભરપૂર તૈયારી કરેલ છે.
દૂર દૂરથી આવતા દાદાના ભક્તો માટે ફ્રી મા ચા – પાણીની વ્યવસ્થા તથા માત્ર 20 રૂપિયામાં લાડવા સાથેનું ભરપેટ ભોજન બે દિવસ બપોર – સાંજ બે ટાઈમ મંદિરના ભોજનાલયમાં ફુલ ટાઈમ મળી રહેશે.
નાના ફેરિયાઓ અને પાથરણું પાથરીને રોજગારી માટે આવતા આ વર્ગને ધ્યાનમાં રાખીને જ સંસ્થા એ આ નિર્ણય કરેલ છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
