April 3, 2025 10:33 am

હારીજના આદિવાસી વિસ્તારમાં પાયાના પ્રશ્નોને લઈ સરકાર મા જાગૃત નાગરીક દ્વારા કરવમાં આવી રજુઆત

હારીજના ભીલવાસ પાસે આવેલ ખાબડીની જગ્યા આવેલ છે તેમાં પુરાણ કરીને તથા સીટી સર્વે નંબર 1101 થી 1300 વાળી જમીન પર ચાર પ્રશ્નોનો સમાવેશ કરવા બાબત સાથે આદિવાસી સમાજના નાગજીભાઈ ભીલના જણાવ્યા મુજબ છેલ્લા દસ વર્ષથી હારીજ ભીલવાસ તથા પ્રજાના પ્રશ્નો સોલ્વ થતા નથી જેમાં તેઓએ જવાબદાર તંત્રને જણાવ્યું હતું કે હારીજ ભીલવાસ ખાબડી વિસ્તારમાં સરકાર શ્રી પડતર જમીન છે અને ત્યાં આગળ પાણીનો બોર બનાવેલ છે તેની આજુબાજુ વિશાળ જમીન આવેલી હોવાથી ત્યાં આગળ આદિવાસી સમાજના બાળકો માટે આંગણવાડી કેન્દ્ર બનાવવામાં આવે જેમાં આગળવાડી માટે સંસદ સભ્ય શ્રી ની ગ્રાન્ટ તથા ધારાસભ્યશ્રીની ગ્રાન્ટ તથા છુટા છવાયા આદિવાસીની ગ્રાન્ટ ફાળવીને સત્વરે આદિવાસીની બાળકો માટે આગણવાડી બનાવવમાં વિસ્તારના આદિવાસી સમાજની માગ ઉઠવા પામી હતી હાલ આંગણવાડી કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે જે સાહેબ શ્રી ને વિદિત થાય એ હારીજ આદિવાસીના 200 જેટલા ઘર હોવાથી આદિવાસી સમાજ માટે કોમ્યુટિકલ કોમ્યુનિટી હોલ નથી જેમાં આદિવાસી સમાજના લગ્ન પ્રસંગ સામાજિક પ્રસંગ જનરલ મીટીંગ તથા અન્ય પ્રસંગોમાં કોમ્યુનિકીટી હોલની તાતી જરૂરિયાત હોવાથી આદિવાસી સમાજની માગણી છે .તદુપરાંત હારીજથી બેચરાજી હાઇવે રોડ પર આજુબાજુમાં હાઇસ્કુલો પણ આવેલી છે.તથા બહુચરાજી ખાતે સુ પ્રસિદ્ધ મંદીર આવેલ હોવાથી આ માર્ગ પરથી એસટી બસોની પણ અવરજવર થતી હોય છે. જેથી હારીજ ભીલપુરા આવાસ પાસે પીકપ સ્ટેન્ડ બનાવવામાં આવે તેવી સમગ્ર જનતાની માગણી છે તેમજ અન્ય એક બાબતે તેમને જણાવ્યું હતું કે સમી તાલુકો બિલકુલ પછાત વિસ્તારમાં આવેલ હોવાથી હારીજ પાસે જીઆઇડીસી ઉદ્યોગ નહિવત હોવાથી ગરીબ વર્ગને મજૂરી વર્ગ માટે નવીન ધંધા રોજગારી મળી રહે અને હારીજ પંથકનો વિકાસ થાય તદુપરાંત સરકાર શ્રી એ વાગોસણ જીઆઇડીસી ઉદ્યોગ મંજૂર કરેલ છે.તો સત્વરે સરકાર શ્રી જીઆઇડીસી ઉદ્યોગ વહેલાસર ચાલુ કરી સમગ્ર વિસ્તારને રોજગારી મળી રહે તેવી આશા છે. જીઆઇડીસી ઉદ્યોગ ચાલુ થાય તો આજુબાજુના વિસ્તારમાં ધંધા રોજગાર વધે તથા ગરીબ વર્ગ ધંધા રોજગાર મળી રહે અને શહેરનો વિકાસ થાય જેથી સરકાર પાસે આદિવાસી સમાજના અગ્રણી નાગજીભાઈ ભીલે પત્ર લખીને કરી હતી માંગ

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें