ઐઠોર શ્રી ગણપતિ મંદિરમાં જોવામાં આવતા આ વરતારાનું આખા દેશભરમાં અનોખું જ મહત્વ હોય છે.
કાલ સાંજથી ભક્તોમાં ‘કાગડોળે’ નવા વર્ષના વરતારાની રાહ જોવાઈ રહી હતી.
આખા ઐઠોર ગામમાં બહાર રહેતું કદાચ એકેય પરિવાર એવો નહિ હોય જેઓ આ મેળામાં આવતા નહિ હોય.
વરતારા મુજબ આખુ નવું વર્ષ 10 આની જેવું સારું રહેશે,
વરસાદ શરૂઆતમા સારો અને એકદરે મઘ્યમ રહેશે.
વર્ષે ખેતી માટે સારું રહેશે.
કુદરતી આફતો રહેશે.
આ પરંપરા મૂળ ઐઠોરમાં છેક ગાયકવાડ સરકાર વખતથી ચાલુ હોવાનું મનાય છે.
વરતારો જોનારી કમિટી આખા ગામમાંથી ટોડા – કુટુંબ મુજબ 1 વ્યક્તિની વ્યવસ્થા મુજબ કુલ 18 વ્યક્તિઓની બનેલી હોય છે.
ચોથના દિવસે સાંજના આખા ગામ વચ્ચેથી આ કાર્યક્રમ જાહેરમાં યોજાય છે અને બીજા દિવસે વરતારો નક્કી કરી જાહેર કરવામાં આવે છે.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
