ઊંઝા તાલુકાના 1200 વર્ષ જુના ડાબી સુંઢાળા શ્રી ઐઠોરા ગણેશના અંગારકી ચોથના જગવિખ્યાત મેળામાં આજે બીજા દિવસે સાંજના સમયે પોતાના પિતાજી અને સુપુત્ર સાથે દિનેશભાઇ પટેલ (પૂર્વ ચેરમેન, apmc ઊંઝા) એ ખુબ ભાવપૂર્વક દર્શન કરી પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ સહીત હાજર સર્વ ટ્રસ્ટી મંડળે શાલ ઓઢાડી, સ્મુતિરૂપે દાદાનો ફોટો આપી, પ્રસાદી રૂપે લાડવા આપી યોગ્ય સન્માન કર્યું હતું.
દિનેશભાઇ એ વધુમાં જણાવેલ કે,
‘આટલા બધા ભક્તોની સખ્ત ભીડ વચ્ચે પણ સંસ્થાએ તેમના માટે કરેલ તમામ પ્રકારની યોગ્ય વ્યવસ્થા ખરેખર ખુબ અદભુત અને પ્રશંસાને યોગ્ય છે.’
સ્વયં સેવકોની ટીમ પણ ખડેપગે ભક્તોની સેવા માટે આતુર રહેતી હતી.
ઉલ્લેખનિય છે કે,
છેલ્લા 1 સપ્તાહથી 24 ક્લાક સખ્ત દોડધામ અને આયોજન પૂર્વકની યોગ્ય રણનીતિના પરિણામે આ ત્રિદિવસીય સાંસ્કૃતિક લોકમેળાની તમામ વિષયોની તૈયારીઓ શક્ય બની હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
