ખાસ કરીને પીવાના પાણી વિતરણ બાબતે ગેર વ્યવસ્થા ને લઇ નગર ના કેટલાય વિસ્તારો નાં રહિશો પીવાના પાણી માટે ઓશીયાળુ જીવન જીવિ રહ્યાં છે
પાલિકા ના આંધળા અને અણઘડ વહિવટ ને લઇ રોજનું હજારો ગેલન પાણી રસ્તા ઉપર વહિ રહ્યુંછે તો જાહેર રોડ ઉપર છાંટવા માં આવે છે
જ્યારે અઢળક વેરો ભરતા રહિશો પાણી માટે વલખી રહ્યાં છે
કેટલાક વિસ્તારો માં રોજેરોજ પાણી અપાયછે તો કેટલાક વિસ્તારો માં એકાંતરે દિવસે પાણી અપાય છે
નગર ની સરસ્વતી પાર્ક સોસાયટી માં મહિનાથી પાણી ન મળતાં રહિશો ની રાડ ઉઠવા પામી છે
નગર જનો નું કહેવું છે સરકાર દ્રારા ગ્રાન્ટ અપાય છે છતાં પાણી પુરતુ સમયસર આપવામાં આવતું નથી
આમ પાણી બાબતે સોસાયટી વિસ્તારો માં રોજની રાડ ઉઠવા પામી છે
ત્યારે જવાબદાર તંત્ર સત્વરે પીવાના પાણી નો યોગ્યરીતે વિતરણ વ્યવસ્થા કરે તેવિ માંગ ઉઠવા પામી છે
અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર બનાસકાંઠા
