ચાણસ્મા તાલુકાના કંબોઈ ગામે આયુષ આરોગ્ય મંદિર દ્વારા ગામની પગાર કેન્દ્ર શાળા ખાતે યોગ શિબિર અને ઉકાળા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૭૬ જેટલા લાભાર્થીઓએ આરોગ્યપ્રદ ઉકાળાનો લાભ લીધો હતો. પુરુષ યોગ ઇન્સ્ટ્રક્ટર હિતેશ કુમાર પટેલ અને સ્ત્રી યોગ ઇન્સ્ટ્રક્ટર મંજુલાબેન રાવળે ૨૦૬ લાભાર્થીઓને વિવિધ આસનો દ્વારા યોગાભ્યાસ કરાવ્યો હતો. તેમજ યોગની પુસ્તિકા અને યોગના પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય શ્રી વિક્રમભાઈ પ્રજાપતિ તેમજ શાળા સ્ટાફગણ , વિદ્યાર્થીઓ, આયુષ આરોગ્ય મંદિર કંબોઈ સ્ટાફ ગણ અને ગ્રામજનોએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
