ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ના મદદનીશ સચિવ શ્રી પુલકિત ભાઈ જોશી મૂળ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામના વતની છે.મગરવાડા ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા ના આદ્ય સ્થાપક એમના દાદાજી શ્રી ડાહ્યાલાલ મણિલાલ જોશી એક આદર્શ શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી હતા.આજે એમનો પરિવાર વટવૃક્ષ બન્યો છે અને આ પરિવાર પ્રકૃતિ પ્રેમી છે. પ્રકૃતિ અને પૃથ્વી પ્રત્યે ખૂબ ઊંડી સંવેદના છે.શ્રી પુલકિત ભાઈ કેટલાંય વર્ષોથી શિક્ષણ ની કામગીરી સાથે જોડાયેલા છે.સાથે સાથે તેઓ પહેલેથી પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે ખુબ લગાવ ધરાવે છે.તેથી સરકારી સેવા સાથે સમાજ ની સેવા માટે શિક્ષકોને આ દિશામાં વિશેષ માર્ગદર્શન આપી રહ્યા છે.અત્યારની ગ્લોબલ વોર્મિંગ ની પરિસ્થિતિને ખાળવા માટે અનેક સામાજિક સંસ્થાઓ, સરકાર અને સમાજ સેવકો પર્યાવરણ વિષય પર કામ કરી રહ્યા છે.આવાજ એક પર્યાવરણ સાથે જોડાયેલા શ્રી જોશી એ અનોખો અભિગમ શરૂ કર્યો છે. પ્રાથમિક શાળામાંથી બાળકોને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી પ્રાથમિક શાળા ના શિક્ષકો અને આચાર્યો ને પ્રોત્સાહન આપી રહ્યા છે.આજે “સ્વરછ ભારત અભિયાન અને સ્વરછતા હી સેવા “જેવાં કાર્યોમાં જોડાયેલા શિક્ષકો દ્વારા શાળા માં બગીચો, કિચન ગાર્ડન, વુક્ષારોપણ, બાળકોના ઘરેથી અને શાળામાંથી નકામું પ્લાસ્ટિક એકત્ર કરી વેસ્ટ બોટલમાં ભરી પ્લાસ્ટિક મુક્ત અભિયાન, પાણી બચાવો, વીજળી બચાવો અને પૃથ્વી બચાવો જેવા વિષયો પર કામ થઇ રહ્યું છે. પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન અભિગમ સાથે ઉત્તર કામ કરતા શિક્ષકો ને પ્રોત્સાહન મળે તે હેતુથી ૨૫૦૦ શિક્ષકોને સન્માનિત કરવાના કાર્ય ક્રમ નું એમણે લોક સહયોગ થી આયોજન કરેલું છે.” હું છું પર્યાવરણ સંરક્ષણ”- શ્રી જોશી ના આ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.આ અભિયાન માં રાજ્ય ના અનેક શિક્ષકો સ્વયંભૂ જોડાયા છે.રાજય સરકાર ના સાચા કર્મયોગી શ્રી જોશી એ મર્મયોગી બની એક નવતર અભિગમ શરૂ કર્યો છે.એમણે જીવન માં સંકલ્પ લીધો છે.” હું છું પર્યાવરણ સંરક્ષણ આવો આપણે સૌ સાથે મળીને પૃથ્વીને બચાવીએ “.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
