અત્તરનગરી બની ખાડાનગરી :-
ભ્રષ્ટ અધિકારીઓની મીલીભગત અને આંખ આડા કાન કરવાની નીતિને લીધે નવાબીકાળની સુંદર નગરી આજે ખાડાનગરી બની ગઈ છે જેનું તાજુ ઉદાહરણ કલેક્ટર કચેરીના મુખ્ય દરવાજા આગળ લગભગ એક મીટર વ્યાસનો વાહનો પછડાય તેવો મસમોટો ખાડો છે..જે પ્રવેશદ્વારથી જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓ દિવસમાં બે વાર તો પસાર થાય જ છે તેમને જો તેમની કચેરી આગળનો ખાડો ના દેખાતો હોય તો જનતાની સમસ્યાઓ તો ક્યાંથી દેખાય ????
એરોમા સર્કલની ટ્રાફિક સમસ્યા, ફુટપાથો ઉપર રેકડીઓ વાળાઓનો અડીંગો,નવા બસસ્ટેન્ડ સામે ગેરકાયદેસર લારી-ગલ્લાનું સામ્રાજ્ય તો પછી ક્યાથી દેખાય ?
જોઈ લો આ “દીવા તળે અંધારુ”
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
