વર્ષો પહેલાની શ્રી ઐઠોરા ગણેશની સ્થાપના નિમિતનો પ્રતિષ્ઠા દિવસનો ત્રી દિવસય ભવ્ય મેળો ઐઠોરમાં ખુબ સારી રીતે વિના વિઘ્ને ઉજવાઈ ગયો.
પ્રમુખ શ્રી બાબુભાઇ એ આપેલ માહિતી મુજબ અપાર ભક્તોએ દાદાના દિવ્ય દર્શનનો લાભ લીધો.
સંસ્થા તરફથી અગાઉથી જ સરસ વ્યવસ્થા ગોઠવાયેલ હતી. મેળાના 3 દિવસમાં આશરે 12 હજાર કરતા વધુ ભક્તોએ બપોર-સાંજ ભોજન પ્રસાદી, ચા ની પ્રસાદીનો આશરે 24 હજાર કરતા વધુ ભક્તોએ લાભ લીધો.
પહેલી જ વારની નવતર સેવા જેને ખુબ સરસ લોક ચાહના મળી એવા સંપૂર્ણ નિઃશુલ્ક પ્રસાદી રૂપેના 35 ગ્રામના લાડવા મંદિરમાં જ આશરે 55 હજાર જેટલા વહેંચવામાં આવ્યા.
અંદાજિત 300 જેટલા સ્થાનિક ગામના સ્વયંસેવકો ખડેપગે દાદાના ભક્તોની સેવામા હાજર રહ્યા.
ગામની ચારેબાજુ પાણીની પરબથી માંડી પાર્કિંગની સરસ વ્યવસ્થા હતી.
ગામમાં પ્રસંગ દરમ્યાન સહેજ પણ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો.
સ્થાનિક તંત્ર, દાતાઓ, સ્વયંસેવકો, જરૂરી સેવામાં સહયોગ આપતા તમામનો શ્રી ગણપતિ મંદિર સંસ્થાએ ખુબ ભાવપૂર્વક આભાર માન્યો અને કળિયુગના જીવંત પરચાધારી શ્રી ઐઠોરા ગણેશની કૃપા સૌ ભક્તો પર બની રહે તેવી પ્રાર્થના કરી હતી.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
