April 4, 2025 9:13 pm

સાતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવ શ્રી ખોડા બાપા પરિવાર આલુવાસ આયોજીત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે શ્રી ખોડા બાપા પરિવાર આલુવાસ દ્વારા મહાકાળી માતાજીના મંદિર ખાતે ત્રિ દિવસીય મહાયજ્ઞ મહોત્સવ આજથી તારીખ ૩/૪/૨૦૨૫ ને ચૈત્ર સુદ પાંચમથી તારીખ 6/ 4/ 2025 ને ચૈત્ર સુદ આઠમ સુધી ત્રણ દિવસ મહાયજ્ઞ સાથે સાથે ત્રણેય રાત્રે અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરેલ છે

જેમાં ભવ્ય લોક ડાયરો જેના કલાકાર બાબુભાઈ આહીર અને કિંજલબેન રબારી અને ગોપાલભાઈ ભરવાડ બીજા દિવસે ભવ્ય રમેલ ગણેશ લાલપુરાની ઉપસ્થિતિમાં તો ત્રીજા દિવસે મહાકાળી માતાજીની ભવ્ય રમેલ જેમાં કલાકારો ખૂબસ રાયકા અને સંજય નાગોહ ની ઉપસ્થિત ની અંદર મહાકાળી માતાજીના ભુવાજી શ્રી વજાભાઇ આહીર દ્વારા સરસ મજાનું આયોજન કરેલું છે આવનારા મહેમાનો માટે રહેવા જમવા ની વ્યવસ્થા સાધુ સંતો માટે સરસ મજાનું રહેવા જમવાની વ્યવસ્થા અને મહેમાનો માટે સરસ મજાનું આયોજન કરેલું છે જેમાં 151 કુંડીનો મહાયજ્ઞ યોજાઇ રહ્યો છે આ પ્રસંગે સમગ્ર ચોરાડ પંથકના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે પાટણ જિલ્લાના સાતલપુર તાલુકાના આલુવાસ ગામ ખાતે આવેલ ઐતિહાસિક અને પુરાણીક મહાકાળી માતાજી નો અનોખો મહિમા છે પરચા ધારી જગ્યાની અંદર દર માસે આઠમના દિવસે યજ્ઞ અને ભજન અને ભોજન સાથે કાર્યક્રમ યોજાય છે તો આ માતાજીની જે કોઈપણ વ્યક્તિ માતા રાખે તેની મનોકામના પૂર્ણ થાય છે હજારો પરિવારોને માતાજી દ્વારા પારણા બંધાવી આપવામાં આવેલા છે મહાકાળી માતાએ દૂર દૂરથી ભાવિક ભક્તો દર્શન કરવા આવે છે માતાજીનો ઇતિહાસ તમે એકવાર મહાકાળી માતાજીના દર્શન જશો તો તમને જાણવા મળશે અને માતાજીના અનેક પરચાઓ ભક્તો ને આપેલા છે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें