પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ પાટણનાઓએ પાટણ જીલ્લાના પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા સુચના કરેલ હોય જે અનુસંધાને શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. પાટણનાઓના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લામાં મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ વારાહી પો.સ્ટે. વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે વારાહી પારકરાવાસમાં રહેતા ઇશ્વરભાઈ ખેંગારભાઈ પારકરાના રહેણાંક મકાનની આગળ ફિરોજ ગુલામરસુલ થેબા રહે.સીધાડા તા.સાંતલપુર જિ.પાટણવાળા જેઓ વારાહી રોનક વાસણ ભંડારનામની દુકાન ચલાવે છે તેઓએ સોલારના કોપરના કેબલ વાયરો છળકપટ કરીને કે ચોરીના ઉતારેલ જે કોપરના કેબલ વાયરો પ્લાસ્ટીકના કાળા-લાલ-સફેદ કલરના અલગ-અલગ ગુંચડા જેનું કુલ વજન 600 kg કિ.રૂ.૩,૦૦,૦૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) ફિરોજ ગુલામરસુલ સુલેમાન થેબા રહે. સીધાડા તા.સાંતલપુર જિ.પાટણ
મુદામાલ આપી જનારની વિગતઃ-
(૧) ઇકબાલ રાજા રહે. રાજુસરા તા.સાંતલપુર જિ.પાટણ મો.નં.૯૦૧૬૭૦૬૨૭૨
કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-
(૧) કોપરના કેબલ વાયરો પ્લાસ્ટીકના કાળા-લાલ-સફેદ કલરના અલગ-અલગ ગુંચડા કુલ વજન 600 kg કિ.રૂ.૩,૦૦,૦૦૦/-
