પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જ જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો..
હવે પત્રકારોની હિતની લડાઈ માં જિલ્લા મહિલા કોંગ્રેશએ મંત્રી દ્વારા કરાયેલા અપશબ્દો પાછા ખેંચવા અને માફી માંગવી જોઈએ તેવું આપ્યું નિવેદન..
ગુજરાત રાજયના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારો ના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છૅ અને 33 જિલ્લામાં આવેદનપત્ર પત્રકાર એકતા પરિસશદના સંગઠન દ્વારા મુખ્યમંત્રી ને રજુઆત કરી છૅ.ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી છૅ.
જેમને પ્રતિક્રિયા આપતાં જણાવ્યું છૅ કે પત્રકાર એ દેશની ચોથી જાગીરદાર ગણાય છૅ ત્યારે આવા પત્રકારો કે જૅ લોકોના પ્રશ્ન સરકાર સુધી અને સરકારની યોજનાઓ જૅ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છૅ તેવા પત્રકારો ની જયારે લાગણી અને સ્વમાન ઘવાય તેવા ઉચ્ચારણ કરતા શબ્દોને લઈને સમગ્ર ગુજરાતના પત્રકારો માં ભારે રોષ ફેલાયો છૅ. ત્યારે મંત્રી દ્વારા કરાયેલા અપશબ્દો પાછા ખેંચવા જોઈએ તેવું જણાવ્યું છૅ.
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લામાં એકસાથે આવેદનપત્ર અપાયું હતું અને આક્રોશ વ્યકત કર્યો છે ત્યારે હવે પત્રકારો ની ન્યાયની લડાઈમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખએ પત્રકાર ની ન્યાયની લડાઈ સાથે જોડાઈ પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દો નો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા અપશબ્દો જૅ સાર્વજનિક હોય પાછો ખેંચવો જોઈએ તેવું જણાવ્યું છૅ.
વધુમા જણાવતા કહ્યું કે પત્રકાર તરીકે ગુજરાતમાં મહિલાઓ પણ કામ કરે છૅ જૅ ના ભૂલવું જોઈએ અને પત્રકાર નું સન્માન જળવાઈ રહે જેને લઈને મંત્રીએ માફી માંગવી જોઈએ અને માન સન્માન આપવું જોઈએ સાથેજ જણાવ્યું કે આવનારા સમયમાં પત્રકારો ને જરૂર જણાય તો પત્રકારો ની ન્યાય ની લડાઈ માં સાથ આપવા તૈયારી બતાવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
