April 7, 2025 1:04 am

ખાનગી ઉમેદવાર તરીકે NCVT પેટર્નની પરીક્ષા આપવા અરજી કરવાની તક

પાટણ, બાલીસણા, સિદ્ધપુર, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર ખાતે અરજદાર તરીકે ઉપસ્થિત થવા ઉમેદવારી નોંધાવી શકાશે.

આઈટીઆઈ પાટણ ખાતે આગામી સમયમાં યોજાનાર અખીલ ભારતીય વ્યવસાય કસોટીમાં ખાનગી ઉમેદવાર તરીકે ઉપસ્થિત થવા ઈચ્છુક અરજદારો પાસેથી DGT New Delhi ની નવી Guidelines મુજબ લાયક બનતા COE GCVT, SCVT પરીક્ષામાં ઉતિર્ણ આઈટીઆઈના ભુતપુર્વ તાલીમાર્થીઓ, NCVT ટ્રેડ પાસ એલાઈડ ટ્રેડની પરીક્ષામાં ઉપસ્થિત થવા ઈચ્છતા તથા માન્ય શૈક્ષણિક લાયકાત અને નિયત માન્ય અનુભવ, વય મર્યાદા ધરાવતાં અરજદારો અને એપ્રેન્ટીસશીપ એક્ટ હેઠળ નોંધાયેલા એકમો, એપ્રેન્ટીસશીપ પોર્ટલ પર નોંધાયેલા લધુ. નાના, મધ્યમકક્ષાના એકમો સરકારી એકમો સ્થાનિક ઓથોરીટી હેઠળના એકમો, ફેક્ટરી એક્ટ-૧૯૪૮ હેઠળના શોપ અને એસ્ટાબ્લિસ્ટમેન્ટ એક્ટ હેઠળ નોંધાયેલા એકમોમાં ૩ (ત્રણ) વર્ષનો અનુભવ ધરાવતા અરજદારો દ્વારા જાહેરાત પ્રસિધ્ધ થયેથી ૦૯/૦૪/૨૦૨૫ ના ૪:૦૦ વાગ્યા સુધીમાં નજીકની આઈટીઆઈ ખાતે કામકાજના દિવસો દરમ્યાન સવારે ૧૧:૦૦ થી ૦૪:૦૦ સુધી રૂબરૂ સંપર્ક કરી જરૂરી શૈક્ષણિક લાયકાત/વ્યવસાય અને અનુભવના પ્રમાણપત્ર સાથે અરજી કરવા જણાવવામાં આવે છે.

નિયત નમુનાની અરજી તથા ખાનગી ઉમેદવાર તરીકેની પાત્રતાની વધુ વિગતો/માહિતી નોડલ સંસ્થા પાટણ ખાતેથી મળશે. તથા પાટણ, બાલીસણા, સિદ્ધપુર, હારિજ, સમી, રાધનપુર અને સાંતલપુર ખાતે અરજદાર તરીકે ઉપસ્થિત થવા ઉમેદવારી નોંધાવી શકાશે. DGT New Delhi ની નવી Guidelines મુજબ જે તે સંસ્થા ખાતે નિયત કરેલ બેઠકો કરતા વધુ અરજીઓ આવે તો પ્રિ-ટેસ્ટ લઈ મેરીટમાં આવતા ઉમેદવારો જ ફાઇનલ પરીક્ષામાં બેસવાપાત્ર થશે જેની નોંધ લેવા અંગે આચાર્ય વર્ગ-૧, ઔદ્યોગિક તાલીમ સંસ્થા પાટણની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें