અમરેલી જીલ્લામાં વસવાટ કરતી મહિલા બુટલેગર કે જેઓ દારૂનો વ્યવસાય કરે છે. આ મહિલાઓને સમાજના મુખ્ય પ્રવાહમાં સામેલ થઇ એક સારા નાગરિક બને અને અન્ય વ્યવસાય તરફ વળે તે હેતુથી પોલીસ હેડ કવાટર્સ, અમરેલી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, અમરેલી વિભાગ, ચિરાગ દેસાઇ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, એસ.સી.-એસ.ટી. સેલ, નયના ગોરડીયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ. આ કાર્યક્રમમાં મહિલા બુટલેગરોને સિલાઇ મશીન-૧૪ તથા લારી-૬ નું વિતરણ કરવામાં આવેલ. જેમાં મહિલા બુટલેગર દ્રારા સિલાઇ મશીન અને લારી દ્રારા વ્યવસાય કરી, પોતાના પરીવારનું ગુજરાન ચલાવશે તેવી બાહેધરી આપવામાં આવેલ. કાર્યક્રમના અંતમાં મહિલાઓએ સુરક્ષાસેતુ સોસાયટી અને અમરેલી જીલ્લા પોલીસનો આભાર વ્યકત કર્યો.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
