ઇન્ટરનેશનલ લેવલની ધ વર્લ્ડ્સ બિગેસ્ટ ઓલમ્પિયાડ એક્ઝામ દર વર્ષે SOF દ્વારા લેવાય છે.. જેમાં પ્રાથમિક ધોરણોમાં બાળકોને આ પરીક્ષા અપાવનાર બનાસકાંઠાની સૌ પ્રથમ સ્કૂલ ભાભરની એચ.કે. ઈન્ટરનેશનલ સ્કુલ બની છે.. જ્યાં ભાભર સિવાય રાધનપુરની શાળાઓના વિધાર્થીઓએ પણ આવીને પરીક્ષા આપી હતી.. તેમાં ઇંગ્લિશ, મેથ્સ, સાયન્સ, કમ્પ્યુટર જેવા તમામ વિષયોમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ બાળકોમાં સ્પર્ધા થાય છે.. આ પરીક્ષામાં એચ.કે. સ્માર્ટ સ્કૂલ, ભાભરની ધોરણ 1 ની વિધાર્થીની ધ્વિષા નિખીલ મહેશ્વરીએ ગણિત અને અંગ્રેજી વિષયમાં ઇન્ટરનેશનલ લેવલે 5 માં નંબરે આવીને 2 ગોલ્ડ મેડલ અને 1 સિલ્વર મેડલ જીત્યા છે, સાથે પ્રાઈઝ મની પણ જીતી છે.. તેની આ સફળતાથી માતા પિતા સાથે સમગ્ર શાળા પરિવાર ખૂબ હર્ષની લાગણી અનુભવે છે.. સંસ્થાના પ્રમુખ ભરતભાઈ સુથારે બાળકીને અનેક અનેક ધન્યવાદ આપ્યા હતા અને ભવિષ્યમાં પણ એચ.કે. સ્કૂલ આવી અનેક સ્પર્ધાઓ માટે બાળકોને તૈયાર કરીને સફળતાના શિખરો સુધી પહોંચાડવા મક્કમ છે એવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો..
અહેવાલ સુનિલભાઇ ગોકલાની ભાભર બનાસકાંઠા
