આજરોજ ભાભર બી.આર.સી ભવન ખાતે ભારતીય સ્ટેટ બેન્ક ભાભર શાખાના બ્રાન્ચ મેનેજર રાજેશકુમાર પરમાર દ્વારા ભાભર તાલુકા ની 135 આંગણવાડી બહેનોને બેન્કિંગ સેવાઓ જેવી કે એ.ટી.એમ ઓનલાઈન બેન્કિંગ. યોનો એપ. વ્યક્તિગત અકસ્માત વીમા યોજનાઓ. કુદરતી વીમા યોજનાઓ. બેંક ખાતામાં વારસાઈ કરાવવી વગેરે અંગેની રસપદ ચર્ચા કરવામાં આવી હતી.
જમા ભારતીય સ્ટેટ બેન્ક રાતના મેનેજર રાજેશકુમાર પરમારને ભાભર તાલુકા પંચાયત આગણવાડી વિભાગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી બહેનોના પગાર ખાતાઓ ખોલવામાં એટીએમ સુવિધા આપવામાં વ્યક્તિગત વીમો ચાલુ કરાવવા જેવી અનેક બેન્કિંગ સેવાઓ સુવિધામાં ખૂબ જ સારો સહકાર મળવાને કારણે સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
