કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહજી રાજપૂતની ગરીમામય ઉપસ્થિતીમાં શ્રી રામકથાનું શુંભારંભ
ભગવાન રામના જીવન ચરિત્રમાંથી જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળે છે :- કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂત
કેબિનેટ મંત્રીશ્રી બળવંતસિંહ રાજપૂતની ગરીમામય ઉપસ્થિતિમાં અંબાજી માતા પરિસર આંબાવાડી, સિદ્ધપુર ખાતેથી શ્રી રામકથાનો પ્રારંભ થયો હતો. આ રામકથા ૦૪ એપ્રિલથી ૯ એપ્રિલ સુધી સિદ્ધપુર ખાતે યોજાઇ રહી છે. આ પ્રસંગે શાસ્ત્રી શ્રી રાકેશભાઈ ઠાકર શ્રોતાઓને રામકથાનું ધાર્મિક રસપાન કરાવી રહ્યા છે.
આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, પવિત્ર ચૈત્ર માસમાં માતાજીના ચોકમાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ સુંદર આયોજન માટે સદાબહાર ગ્રૂપને હું દિલથી ધન્યવાદ આપુ છું. આ આયોજનના લીધે સિદ્ધપુર નગરવાસીઓ ૯ દિવસ સુધી ભગવાન શ્રી રામની કથા સાંભળવાની તક મળી છે. જેના લીધે દરેક ભાવિ ભક્તોને ભગવાન રામના જીવન ચરિત્રમાંથી શીખવા મળશે. શ્રી રામ કથા માંથી જીવન જીવવા માટેની નવી પ્રેરણા મળે છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિર નિર્માણ થી દેશમાં આધ્યત્મિક જ્ઞાન ફેલાશે.
ઐતિહાસિક ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સદાબહાર ગ્રુપ દ્વારા ભવ્ય રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સિદ્ધપુર નગરપાલિકા પ્રમુખશ્રી અનીતાબેન પટેલ, નગર પાલિકા ઉપ પ્રમુખશ્રી સોનલબેન ઠાકર, એપીએમસીના ચેરમેનશ્રી વિષ્ણુભાઇ પટેલ, શ્રી અંકુર ભાઇ મારફતિયા, શ્રી જયેશભાઈ , સદાબહાર ગ્રુપના પદાધિકારીઓ, સંગઠનના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા ઉપસ્થિત રહી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
