જાફરાબાદ શહેરમાં રામ નવમીના પાવન પર્વ ની વિશાળ સંખ્યામાં શોભાયાત્રા મુખ્ય રસ્તા ઓ ઉપર નીકળી હતી જનતા માં અનેરો ઉત્સાહ તેમજ દરેક જુદા જુદા રાષ્ટ્રીય સંગઠનો જોડાયા હતા.
આ રામ નવમીના પ્રસંગે નાના નાના બાળકો એ વાનર સેના તથા વિવિધ
પ્રસંગો ઉજવી ભારતીય સંસ્કૃતિ ના દર્શન કરાવ્યા હતા અને આકર્ષણ નું કેન્દ્ર બન્યા હતા. અને વિશાળ માનવ મહેરામણ ઉમટયો હતો.અને જય શ્રી રામ નાં નારા થી શહેર ગુંજી ઉઠ્યું હતું આ તકે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો
રિપોર્ટર -જે.પી.પરમાર. જાફરાબાદ
