દિયોદર એ.એસ.પી. પોલીસ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન નેટવર્ક નો પડદા ફાસ્ટ કર્યો બે પીકપ ગાડી ત્રણ ટેન્કર કબ્જે લીધા
દિયોદર asp સુબોધ માનકર તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે શનિવાર ની રાત્રિ ના સમય પેટ્રોલિંગ માં હતા તે સમય ખાનગી બાતમી મળેલ કે બનાસ ડેરી ના દૂધ ના ટેન્કર માંથી દૂધ કાઢી અન્ય પ્રાઇવેટ ડેરીમાં દૂધ નું વેચાણ થાય છે તેવી બાતમી ના આધારે દિયોદર પોલીસ દ્વારા ભાભર ત્રણ રસ્તા પાસે થી વોચ ગોઠવી દિયોદર તરફ થી આવતી ગાડી નંબર GJ 08 AW 0511 તથા GJ 01 DZ 1399 પીકપ ગાડી રોકાવી તપાસ કરતા ગાડી માંથી સિંન્ટેક્ષ તથા કેરબા દૂધ મળેલ મળી આવતા પોલીસે ગાડી ચાલક ને આ બાબતે દૂધ ક્યાથી લાવ્યું તે બાબતે પૂછ તાજ કરતા ગાડી ચાલકે બનાસ ડેરી ના ટેન્કર માંથી દૂધ ને કાઢી લાવ્યા હોવાનું જણાવતા પોલીસે બંને પિકપ ગાડી ના ચાલક ને ઝડપી લઇ દિયોદર ડી વાય એસ પી કચેરી ખાતે લાવી ગુન્હો નોંધ્યો હતો જે બાબતે પોલીસે પિકપ ગાડી માંથી 1600 લિટર દૂધ કિંમત રૂપિયા 96000 /- તથા પ્લાસ્ટિક ના સિન્ટેક્સ નંગ 3 તથા કેરબા નંગ 2 તથા કેન નંગ 2 કિંમત રૂપિયા 1400 /- તથા મોબાઈલ નંગ 4 કિંમત રૂપિયા 8000 તથા પિકપ્ ડાલા નંગ 2 કિંમત રૂપિયા 4,00,000 આમ કી 5,05,400 નો મુર્દામાલ કબ્જે લઈ કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસે આરોપી ની પૂછ પરછ કરતા તે દરમિયાન હકીકત બહાર આવી હતી કે દૂધ ટેન્કર ના ચાલકો સાથે આરોપીઓ સાઠ ગાઠ કરી રાત્રી ના સમય આવવારું જગ્યા પર ગાડી ઉભી રાખી દૂધ ના ટેન્કર માંથી દૂધ કાઢી ટેન્કર માં પાણી અભોરી દેતા હતા અને હજારો લીટર દૂધ ની ચોરી કરતા હતા
પોલીસ ના હાથે ઝડપાયેલ આરોપીઓ
૧ લીલાભાઇ ચમનભાઈ ઠાકોર
રહે ધ્રાડવ તા દિયોદર
૨ રજનીશભાઈ હીરાભાઈ ચૌધરી રહે જજામ તા સાંતલપુર
૩ ભરતભાઈ પુનાભાઈ પરમાર રહે ભેસાણા તા દિયોદર
૪ આકાશભાઈ ઉર્ફ ભાવેશ શંકરભાઈ રબારી રહે સવાલા તા વિસનગર
૫ ચેતનભાઈ પટેલ રહે ભેસાણા તાલુકો દિયોદર
૬ અલ્પેશભાઈ તેજાભાઈ રબારી રહે ધ્રાનડવ તા દિયોદર
૭ મહેશભાઈ રણછોડભાઈ ચૌધરી રહે જાજમ તા સાંતલપુર
૮ સુરેશભાઈ ઇશ્વરભાઇ રબારી રહે ભેસાણા તા દિયોદર
૯ કરસનભાઈ રામસિંહભાઈ પટેલ રહે માડકા તા વાવ
૧૦ મુકેશભાઈ ઠાકોર રહે મીઠા તા ભાભર
૧૧ રઘુભાઈ મહારાજ
૧૨ શૈલેષભાઈ મહારાજ
અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા.
