નવા રામજી મંદિર થી પ્રસ્થાન થયેલી રામલલ્લા ની શોભાયાત્રા ચાણસ્માના વિવિધ વિસ્તારો માં પરીભ્રમણ કરી ૩ કલાક બાદ નિજમંદિર પહોંચી
. રામનવમી એટલે મર્યાદા પુર્ષોત્તમ અવતારી પરબ્રહ્મ રામચંદ ભગવાન ના અવતર નો પવિત્ર દિવસ ગુજરાત ભરના નાના મોટા નગરો શહેરો માં રામચંદ્ર ભગવાન ની ધામધુમ થી શોભાયાત્રા નીકાળી રામનવમી ની ભક્ત જનો દ્વારા ઉમંગભેર ઉજવણી કરાઇ રહી હતી ત્યારે ચાણસ્મા નગરમાં રામ સેવા સમિતી. અને ચાણસ્મા ના નગરજનો દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે રામ નવમી ના પવિત્ર દિવસે નવા રામજી મંદિરથી રામચંદ્ર ભગવાન ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરાયું હતુ નવા રામજી મંદિર ના મહંત પ પૂજ્ય મારૂતિ શરણદાસજી દ્વારા રામચંદ્ર ભગવાન ની શોભાયાત્રા નું પ્રસ્થાન થયું હતું જે ચાણસ્મા નગરના વિવિધ વિસ્તારો. જેવા કે સરદાર ચોક પાંજરાપોળ રોડ . મુખ્ય બજાર નવા ખોડીયાર માતાજી ના મંદિરે થઇ પરિભ્રમણ કરી ૩ કલાકે શોભાયાત્રા નિજ મંદિરે પહોંચી હતી શોભાયાત્રા માં ભજનમંડળીઓ ભક્તજનો સહિત વિશાળ સંખ્યા માં નગરજનો જોડાયા હતા જ્યારે ચાણસ્મા નગર ની જાયન્સ્ટ્ ગ્રુપ ભારત વિકાશ પરિષદ સહિત સેવા ભાવી સંસ્થા ઓએ જે રૂટ પર શોભાયાત્રા પસાર થઈ હતી ત્યાં શોભાયાત્રા માં જોડાયેલા ભક્તજનો માટે લીંબુ સરબત ઠંડા પીણા ઠંડુ પાણી ની સેવા બજાવી હતી જ્યારે ચાણસ્મા પી.આઇ આર એચ સોલંકી ના સતત મોનિટરિંગ સાથે ચાણસ્મા પોલિશ દ્વારા શોભાયાત્રા ના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
રિપોર્ટર વસંતભાઈ પંચાલ પાટણ
