દર્દીને સારણ ગાંઠના ઑપરેશન બાદ મહિલાની તબિયત લથડી,ડોક્ટર વિઝીટ માટે આવ્યા ન હોવાના પણ આક્ષેપ..
આયુષ્માન કાર્ડમાં ઓપરેશનની ડોક્ટરએ ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી આપું તેવું કહી સરકારી લાભ પણ દર્દીને આપ્યો ન હોવાના પરિજનોના આક્ષેપ..
પાટણની શ્યામ હોસ્પિટલ ખાતે ડો.મુકુંદ પટેલની બેદરકારીના કારણે દર્દીનું મોત થયું હોવાના પરિવારજનો ના આક્ષેપ વચ્ચે પાટણની શ્યામ હોસ્પિટલના તબીબની બેદરકારી દર્શાવતી ઘટના સામે આવી છૅ. રાધનપુર મસાલી રોડ ખાતે શિવ શક્તિ સોસાયટી ખાતે રહેતા રમીલાબૅન કનુભાઈ સાધુ જેઓ મહેસાણા હાઇવે પર પોતાની બાપા સીતારામ નામની લોજ ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છૅ.
દર્દી રમીલાબૅનને સારણ ગાંઠના ઑપરેશન અર્થે પાટણ ની શ્યામ હોસ્પિટલ ડો. મુકુંદ પટેલ ના ત્યાં પરિવારજનો દર્દીને લાવેલા જ્યાં ડો. મુકુંદ પટેલની બેદરકારી ને લઈને દર્દી નું મોત થયું હોવાનું મૃતક મહિલાના પુત્રી કાજલ સાધુ એ જણાવ્યું છૅ.
આયુષ્માન કાર્ડમાં ઓપરેશનનું કહ્યા બાદ ડોક્ટરએ ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે પૈસા પડાવી ઑપરેશન કર્યું :- કાજલબૅન સાધુ
રાધનપુર નિવાસી મૃતક રમીલાબૅન ના પુત્રી કાજલબેન સાધુએ જણાવ્યું હતું કે દર્દીના ઑપરેશન પછી દર્દીને ઇન્ફેક્સન થયું હોવાના ડો. મુકુંદ પટેલએ કહેલ અને ત્યારબાદ દર્દીના વિઝીટ માં ડો. મુકુંદ પટેલ આવ્યા જ નથી તેમજ દર્દીને જોઈતી સારવાર આપવામાં આવી નથી.
જયારે આયુષ્માન કાર્ડમાં પહેલા ડોક્ટરએ ઓપરેશન નું કહેલ વાતચીત થઈ પરંતુ ફરી ડોક્ટરે અમુક સમય બાદ ઓપરેશનમાં આયુષ્માન કાર્ડ પર ગેરંટી લેવાની ના પાડી પ્રાઇવેટ રીતે દવા કરાવશો તો ગેરંટી લઉં તેવું ડો. મુકુંદ પટેલ બોલ્યા હોવાના પણ આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છૅ.
હાલતો મૃતકના પરિવારજનોએ કહ્યું કે અમારું પેશન્ટ પાછુ આપે અથવા તો તંત્ર અમને ન્યાય આપે તેવી માંગ મૃતક રમીલાબૅનના પુત્રી કાજલબૅન સાધુ અને તેમના પુત્ર લાલાભાઇ દ્વારા કરાઈ છૅ.
ડોકટરે કેસ દબાવવા પચાસ હજાર ની ઓફર આપી:-
ડો. મુકુંદ પટેલએ કેસ દબાવવા 50,000 અંકે પચાસ હજાર ની ઓફર આપી હોવાનું દર્દીના પુત્રી કાજલબૅનએ મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છૅ ત્યારે શ્યામ હોસ્પિટલના ડો. મુકુંદ પટેલએ આ કેશમાં આગળ નહીં વધો અને કેસને દબાવી દેવા તો રૂ.50, 000 હજારની ઓફર આપી હોવાનું જણાવ્યું છૅ.
સરકારશ્રી દ્વારા ચાલતા આયુષ્માન કાર્ડમાં દર્દીની દવા ઑપરેશન ની હા કહ્યા બાદ પૈસા પડાવતા ડોક્ટરે પોતાની મનમાની ચલાવતા પાટણની શ્યામ હોસ્પિટલમાં તંત્ર દ્વારા તપાસ ક્યારે..!! અને આવા તબીબી ડોક્ટર સામે કાયદાકીય રીતે પરિવારજનઓએ તંત્ર જોડે ન્યાયની માંગ કરી છૅ.
પાટણમાં વધુ એકવાર ડોક્ટર ની બેદરકારી ના લાગ્યા આક્ષેપ
પાટણ ની શયામ હોસ્પિટલમાં દર્દીના પરિવાર નો હોબાળો મચ્યો હતો જ્યાં શ્યામ હોસ્પિટલ ખાતે રાધનપુર ના મહિલાનું ઓપરેશ કર્યા ના ચાર દિવસની સારવાર દરમ્યાન મહિલાનું મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
રાધનપુર ના રામાનંદી સાધુ પરિવારની મહિલા રમીલાબૅન કનુભાઈ સાધુ ઉંમર. વર્ષ 50 જેમનું સારંણગાંઠ નું ઓપરેશન શ્યામ હોસ્પિટલ ના ડોક્ટર મુકુંદ પટેલ દ્વારા કરાયું હતું.ત્યારે મુકુંદ પટેલની હોસ્પિટલ માં ઓપરેશન અર્થે લાવેલ જ્યાં ઑપરેશન બાદ ડોક્ટરની બેદરકારી કારણે મહિલા નું મોત થયું હોવાનાપરિવારે આક્ષેપ લગાવ્યા છૅ તેમજ ન્યાયની માંગ કરી છૅ.
પરિવારે મહિલાની લાશ સ્વીકારવા નો કર્યો હતો ઇન્કાર :-
ઘટનામાં મહિલા નું મોત ડોક્ટર ની બેદરકારી ને કારણે થયું હોવાના આક્ષેપ સાથે ન્યાય નહીં મળે ત્યાં સુધી પરિવારે મહિલાની લાશ સ્વીકારવા નો ઇન્કાર કર્યો હતો ત્યારબાદ પાટણ પોલીસ હોસ્પિટલ આવી પરિવારજન ને સમજાવ્યા બાદ ફરિયાદ લેવા લાસ નો સ્વીકાર કરવામાં આવ્યો હતો.ત્યારે પોલીસ ફરિયાદ બાદ મહિલાની લાસ ને સિવિલ હોસ્પિટલ માં pm માટે લઇ ગયા હોવાનું જાણવા મળ્યું છૅ. અને Pm નો રિપોર્ટ આવ્યા બાદ આગળ ની કાર્યવહી પોલીસ તંત્ર દ્વારા હાથ ઘરાશે તેવું જાણવા મળ્યું છૅ અને પોલીસ પણ આ ઘટના ને ગંભીરતા લઈને કાયદેસરની કાર્યવાહી કરવા અને પરિવાર ને ન્યાય આપે તેવી માંગ મૃતક મહિલા રમીલાબેન ના પુત્રી કાજલબૅનએ કરી હતી.
સારંગગાંઠના ઓપરેશન બાદ રાધનપુરની મહિલા દર્દીનું મોત: પાટણની શ્યામ હોસ્પિટલના ડૉક્ટર પર બેદરકારીનો આક્ષેપ, કેસ દબાવવા પરિવારને 50 હજાર ઓફર કર્યાનો પરિજનો નો આક્ષેપ:-
પાટણ શહેરની અંદર શુભદ્રા નગરમાં આવેલ શ્યામહોસ્પિટલમાં રાધનપુરની મહિલા દર્દીનું સારંગગાંઠના ઓપરેશન બાદ મોત થતાં પંથકમાં ચકચાર મચી છે. મૃતક મહિલાના પરિવારજનોએ ડૉક્ટર મુકુંદ પટેલ પર બેદરકારીનો આરોપ મૂક્યો છે.ડોક્ટરની બેદરકારીને કારણે મહિલા નું મોત નીપજ્યું હોવાનું કાજલબૅન સાધુએ જણાવ્યું છૅ
પરિવારજનોના આરોપ મુજબ, ઓપરેશન બાદ એક દિવસ પણ ડૉક્ટરે દર્દીની મુલાકાત લીધી ન હતી. વધુમાં, દર્દીના પરિવારે આરોપ મૂક્યો છે કે ડૉક્ટરે સરકારી કાર્ડથી સારવાર કરાવવા પર જવાબદારી ન લેવાનું કહ્યું હતું.જયારે રોકડ રકમથી સારવાર કરાવવા પર જ દર્દીનો જીવ બચાવવાની ખાતરી આપી હતી.મહિલાની પુત્રી કાજલ સાધુએ જણાવ્યું કે કેસ દબાવવા માટે ડૉક્ટરે પૈસાની ઓફર પણ કરી હતી. બનાવને પગલે બી ડિવિઝન પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ લાશને પરિવારે સ્વીકારી હતી.
શ્યામ હોસ્પિટલ ડૉ.મુકુંદ પટેલએ પણ સ્પષ્ટતા કરી પોતાનો બચાવ પક્ષ મૂક્યો :-
પાટણ શ્યામ હોસ્પિટલના તબીબ મુકુંદ પટેલનું કહેવું છે કે ઓપરેશન બાદ દર્દીની તબિયત સારી હતી. પહેલાં અગાઉ પણ મહિલાએ ઓપરેશન કરાવ્યું હતું. તેમને આંતરડા અને અન્ય અવયવોમાં તકલીફ હતી. શ્વાસ અને ડાયાબિટીસની બીમારી પણ હતી. સ્વાસ્થ્ય બગડતાં ICUમાં દાખલ કરવાની સલાહ આપી હતી, પરંતુ પરિવાર સંમત ન થયો આમ, આ ઘટનામાં હવે પીએમ રિપોર્ટ બાદ જ વધુ તપાસ તેજ થાય તેવું જાણવા મળ્યું છૅ.પાટણમાં મહિલાની સારવાર બાદ હોસ્પિટલમાં મોત નીપજતા એક પરિવારે તેમનું સ્વજન ગુમાવ્યું છે. તો બીજી તરફ તબીબની બેદરકારીના આક્ષેપ સામે તબીબે પણ સ્પષ્ટતા કરી પોતાનો બચાવ પક્ષ મૂક્યો છે, ત્યારે હવે પી. એમ રિપોર્ટમાં મહિલાના મોતનું સાચું કારણ શું આવે છે તે જોવું રહ્યું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
