મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે જગતજનની માઁ અંબાના પાવન દર્શન કરીને માઁ અંબાના ચરણોમાં માથું ઝુકાવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની શાંતિ, સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રીશ્રીની આ યાત્રા ભક્તિભાવથી ભરેલી રહી હતી અને તેમણે અંબાજી મંદિર ખાતે વિધિ-વિધાનપૂર્વક પૂજન-અર્ચન કર્યું હતું. રાજ્યના નાગરિકોની સુખાકારી માટે તેમણે જગતજનની માઁ અંબાના આશીર્વાદ મેળવ્યા હતા. મુખ્યમંત્રીશ્રીની મુલાકાત વખતે મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
માઁ અંબાના આશીર્વાદથી રાજ્ય સુખાકારીના પથ પર સતત આગળ વધે અને દરેક નાગરિકના જીવનમાં શાંતિ તથા સમૃદ્ધિ વાસ કરે તેવી આશા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા
