ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક કૃષિ માટે ચલાવી રહેલા અભિયાનના લીધે પાટણ જિલ્લાના ઘણા બધા ખેડૂતો રસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી રહ્યા છે. આ અભિયાન થી પ્રેરાઈ હારીજ તાલુકાના એકલવા ગામના ખેડૂત ચૌધરી કલ્પેશભાઈએ પણ પ્રાકૃતિક ખેતી અપનાવી છે. ત્યારે આપણે ચૌધરી કલ્પેશભાઈએ બનાવેલ પ્રાકૃતિક ડુંગળીનું બિયારણ વિશે જાણીએ.
હારીજ તાલુકાના એકલવા ગામના ખેડૂત ચૌધરી કલ્પેશભાઈ દઝાભાઈએ ગાય આધારિત પ્રાકૃતિક ડુંગળીની શાકભાજીનું વાવેતર કર્યું છે. જેમાં તેઓએ જાતે ડુંગળીનું બિયારણ બનાવેલ છે. તેમને પોતાના ખેતરમાં એક મણ ડુંગળીનાં દડા વાવીને અંદાજિત એક કિલો બિયારણ તૈયાર કરવામાં આવ્યું છે. તેમને પોતાના ખેતરમાં એક વીઘામાં વાવેતર કર્યું જેમાં પાયાના ખાતર તરીકે ઘન જીવામૃત, જીવામૃત તેમજ ખાટી છાશનો ઉપયોગ કર્યો. ઉપરાંત રોગ જીવાત નિયંત્રણ માટે તમામ આયામોનો ઉપયોગ કરવામાં આવવાથી પાકનાં પોષણ વ્યવસ્થાપનની ઓછા ખર્ચે ઝેર મુક્ત, પોષક તત્વોથી ભરપુર ડુંગળી નું વાવતેર કરવામાં આવ્યું છે.
પ્રાકૃતિક ખેતી માનવ જીવન તેમજ પર્યાવરણ માટે અનુકૂળ હોવાથી તેમનો વ્યાપ દિન પ્રતિદિન વધવો જોઈએ.ચૌધરી કલ્પેશભાઈ દઝાભાઈએ પણ પ્રાકૃતિક ખેતી કરી આસપાસના ખેડૂતોમાં પોતાની અલગ છાપ ઊભી કરી છે. તેઓ કહે છે કે ચાલો ઝેર મુક્ત ખેતી એટલે પ્રાકૃતિક ખેતી અપનાવવાની અપીલ પંથકમાં કરતા રહે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
