April 19, 2025 2:06 am

પાટણ: શ્યામ હોસ્પિટલ ડોક્ટરની બેદરકારી ઘટનાનો મામલો : મૃતક મહિલાના પુત્રી દ્વારા ઉચ્ચ કક્ષાએ ન્યાય મેળવવા કરી રજૂઆત….

પાટણ જિલ્લા એસપી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, આરોગ્ય મંત્રીને કરાઈ રજુઆત…

ડોક્ટરની બેદરકારી ના કારણે મારી મમ્મીનું મૃત્યુ થયું,આરોપી વિરોધ કાયદેસરની કાર્યવાહી અને ન્યાય ની માંગ કરું છું : કાજલબૅન સાધુ

તાજેતરમાં જ પાટણના સુભદ્રા નગર ખાતે આવેલ શ્યામ હોસ્પિટલના ડોક્ટર મુકુંદ પટેલ જૅઓની ઘોર બેદરકારીના કારણે રાધનપુરના મહિલા રમીલાબેન નું મોત થયું હોવાની વિગતો સામે આવી હતી. ત્યારે મૃતક મહિલાના પુત્રી સાધુ કાજલબેન દ્વારા ન્યાય મેળવવા ઉચ્ચ કક્ષાએ ન્યાય મેળવવા રજૂઆત કરી છે જેમાં પાટણ જિલ્લાના એસપી સહિત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી તેમજ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ને મૃતક મહિલા રમીલાબેન ના પુત્રી સાધુ કાજલબેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂઆત કરતા કાજલબેન એ જણાવ્યું હતું કે મારી મમ્મી નું મોત ડોક્ટરની બેદરકારીને કારણે જ થયું છે ત્યારે તંત્ર મને ન્યાય આપે અને આવા ડોક્ટર વિરોધ કાયદેસરની કાર્યવાહી થાય તે દિશામાં તંત્ર દ્વારા નોંધ લઇ ઝડપી કાર્યવાહી કરે તેવી માંગ મૃતકના મહિલા રમીલાબેન ના સુપુત્રી કાજલબેન સાધુ દ્વારા કરવામાં આવી છે.

સાધુ કાજલબેન દ્વારા ઉચ્ચ કક્ષાએ ફરિયાદના માધ્યમથી રજૂઆત કરતા જણાવ્યું હતું કે હું જયારે મારી મમ્મી નામે રમીલાબેન કે. સાધુ નાઓને લઈને પ્રથમ વિઝીટ તા.૨૫/૦૩/૨૦૨૫ ના રોજ અમો પાટણ ખાતે ડો.મુકુંદ પટેલના શ્યામ હોસ્પિટલમાં ગયેલા. જયાં અમોએ કેસ કઢાવેલો અને ડૉ.ના કહેવા પ્રમાણે જીવન જોત પેથોલોજીક લેબોરેટરીમાં લેબોરેટરી કરાવેલ ત્યારબાદ ઘરે આવેલા અને મારી મમ્મીની તબીયત ત્યારે બિલકુલ સારી હતી.

જૅ સમય અમને ડોક્ટરે સલાહ આપી કે, રમીલાબૅનને રીપોર્ટ ઉપરથી જાણવા મળેલ કે, તેમને સારણ ગાઠની તકલીફ છે. અને તેનું ઓપરેશન કરાવુ પડશે. અને તેનો ખર્ચ રૂા. ૧,૫૦,૦૦૦/- ઉપર થશે ત્યારે ડોક્ટરને પરિજનોએ જણાવેલ કે, મારી મમ્મીનું ઓપરેશન અમને “મા કાર્ડ” મા કરી આપજો કારણ અમો આર્થિક પરિસ્થિતિ નબળી હોય ગરીબ હોય આટલો ખર્ચ અમને વધુ દેખાય છે.

ત્યારે તે વખતે ડો. મુકુંદ પટેલ અમને જણાવેલ કે, જો તમો “મા કાર્ડ” મા કરાવશો તો મારી કોઈ ગેરંટી નહી અને રોકડા પૈસા ઓપરેશન કરાવશો તો તમને પુરેપુરી સફળતા મળશે. જૅ બાદ પરિજનોએ કીધેલ કે અમો પૈસા ગમે ત્યાંથી ઉસીપાસીના કરીને લાવી આપશુ પરંતુ ઓપરેશન સફળ થવુ જોઈએ. ત્યારે ડોક્ટર મુકુંદ પટેલએ ખાત્રી આપી કે, રમીલાબૅન નું ઓપરેશન સફળ થશે તેની હુ ગેરંટી આપુ છું. તેમ કહ્યું પરંતુ રૂા. ૧,૫૦,૦૦૦/- પુરા થશે તેમ જણાવ્યું હોવાની વિગત ફરિયાદમાં જણાવેલ છે.

રાધનપુર રહેવાસી સાધુ રમીલાબેન ને ઓપરેશન માટે લઈને પરિવારજનો પાટણને શ્યામ હોસ્પિટલ ખાતે તા.૦૧/૦૪/૨૦૨૫ ના રોજ ઓપરેશન કરાવવા માટે શ્યામ હોસ્પીટલમાં ગયેલા અને ડૉક્ટર તેં સમયે જણાવેલ કે, ૨૪ કલાક પછી ઓપરેશન થશે તેમ કરી પરિજનોને .F.ROOM-7 આપેલો અને બીજા દિવસે તા.૦૨/૦૪/૨૦૨૫ ના રોજ ફરીવાર રમીલાબૅનને કન્સર્ટીક રૂમમાં બોલાવેલા અને ત્યાં ડોક્ટરના કહેવા પ્રમાણે રૂા. ૧૫,૦૦૦/- ડીપોઝિટ પેટે જમા કરાવેલા ત્યારબાદ રૂા.૮૦,૦૦૦/- બીજા ડીપોઝીટ પેટે તથા રૂા. ૧૫,૦૦૦/- નસાના પેટે આપેલા અને ઓપરેશનની દવાના રૂા. ૮૦૦૦/- તેમ મળી કુલ રૂા. ૧,૧૮,૦૦૦/- થયેલા ત્યારબાદ રમીલાબૅન નું ઓપરેશન બપોરે ૩ વાગ્યાં ના અરસામાં લઈ ગયેલા અને રાત્રે નવ વાગે રૂમ નંબર. ૭ મા લાવેલા ત્યારે બાટલો તેમજ દવાની ટ્રીટમેન્ટ શરૂ કરેલી જે ટ્રીટમેન્ટ ડોક્ટરના કંપાઉન્ડરે કરેલી અને ઓપરેશન પછી તારીખ.૦૬/૦૪/૨૦૨૫ રોજ રમીલાબૅન નું બપોરે ૨:૩૦ કલાકે મૃત્યુ થયેલુ એ અગાઉ પરિવારજનોએ ડોક્ટર મુકુંદ પટેલને વારંવાર મળેલા પરંતુ આરોપી ડોક્ટરએ કોઈ વાતને કોઈ ગંભીરતા લીધી નથી. અને પરિવારના સભ્યોએ મુકુંદ પટેલ ડોક્ટરને વારંવાર ફોન કરેલો પરંતુ એકપણ ફોન પણ ઉપાડેલ નહી.

ઓપરેશન પછીના ડોક્ટરએ જે દર્દી માટે ગંભીરતા લેવી જોઈએ તે આરોપી ડોક્ટર મુકુંદભાઈ અને તેમના સાથેના ડૉ. કિર્તન સોની એ લીધી ન હોય તેમજ એટલુ બધુ બેહોદુ વર્તન કરેલુ હોય કે પરિવારજનો દ્વારા આટલી રજુઆતો કરવા છતા રમીલાબેનને કોઈપણ યોગ્ય સારવાર કરેલ નથી. જેના કારણે મારી મમ્મીનુ મૃત્યુ થયેલ છે તેવું રાધનપુર રહેવાશી મૃતક મહિલા રમીલાબેન ના સુપુત્રી કાજલબેન સાધુએ જણાવ્યું હતું.

રૂા. ૧,૫૦,૦૦૦/- જેટલી રકમ આપવા છતા ઓપરેશન કર્યા પછી પણ મારી મમ્મીનુ કોઈપણ પ્રકારનુ ધ્યાન ન રાખતા ડોક્ટર મુકુંદ પટેલ અને તેમના સાથી ડોક્ટર ની બેદરકારીના કારણે જ મારી મમ્મીનું મૃત્યુ નીપજેલ છે. તે હકીકત ખરી છે ત્યારે આ ડોક્ટરે વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સાધુ કાજલબેન ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ગૃહ મંત્રી પાટણ જિલ્લા એસપી સહિત આરોગ્ય મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें