પોલીસે લાશનું પીએમ કરાવી કોલ્ડ સ્ટોરેજ મા મોકલી લાશની ઓળખ વિધિ માંટે ના ચક્રો ગતિમાન કયૉ..
હારીજ તાલુકાના બોરતવાડા-જૂનામાંકા તરફ જવાના માર્ગ પરથી ગુરૂવારે એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાની જાણ હારીજ પોલીસ ને થતાં પોલીસે ધટના સ્થળે દોડી આવી આ અજાણ્યા યુવાનની લાશનું પંચનામું કરી લાશને હારીજ રેફરલ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશની ઓળખ વિધી થાય નહિ ત્યાં સુધી લાશને કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપી આગળ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારના સમયે હારીજ તાલુકાના બોરતવાડા – જુનામાંકા માગૅ પરથી પસાર થતાં લોકોને માગૅ પર એક અજાણ્યા યુવાનની લાશ પડી હોવાનું ધ્યાનમાં આવતા અને બાબતે હારીજ પોલીસ ને જાણ કરાતા હારીજ પોલીસ ધટના સ્થળે દોડી આવી હતી અને લાશની ઓળખ વિધિ માટે લાશ પાસેથી મળી આવેલ થેલી ની તપાસ કરી હતી પરંતુ થેલી માથી લાશની ઓળખ વિધી માટે કોઈ પુરાવા ન મળતા પોલીસે આ અજાણી લાશનું પંચનામું કરી હારીજ રેફરલ હોસ્પિટલમાં તેનું પીએમ કરાવી જયાં સુધી લાશની ઓળખ વિધી ન થાય ત્યાં સુધી લાશને કોલ્ડ સ્ટોરેજ મા મોકલી આપી પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
