પાટણ કલેક્ટર કચેરીને બોમ્બ મૂકાયાનો ઈમેઈલ મળ્યો અફરા તફરીનો માહોલ સર્જાયો હતો
બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી ઓ અપાઈ હતી.
ત્યારે અધિકારીઑ – કચેરી કર્મીઓને ઘરે રવાના કારવામાં આવ્યા છે
પાટણની કલેક્ટર કચેરીના ઇમેઇલ આઈડી પર બોમ્બ મુકાયો હોવાનો ઇમેઇલ મળતાં જ હડકંપ મચી જવા પામી છે.
ઇમેઇલમાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં કલેક્ટર કચેરીમાં બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા
જિલ્લા કલેક્ટરે તાત્કાલિક તમામ કચેરીઓ ખાલી કરાવવાનો આદેશ આપ્યો
અને અધિકારીઓ તથા કર્મચારીઓને ઘરે રવાના કરવામાં આવ્યા છે.
આ સાથે, કચેરીના આસપાસની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
પાટણ SP, SOG સહીત પોલીસ કાફલો અને તમામ ટિમ ઘટના સ્થળે પહોંચી ને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
