September 1, 2025 3:25 am

ભુજના બેડીયા બેટ ખાતે વીર હનુમાન મંદિરે બીએસએફ દ્વારા સુંદરકાંડ પાઠ અને ભંડારાનું ભવ્ય આયોજન

ભુજ તાલુકાના બેડીયા બેટ ખાતે આવેલ વિખ્યાત વીર હનુમાન મંદિરે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) દ્વારા એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સુંદરકાંડના પાઠ તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 250 જેટલા બીએસએફના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

સ્થાનિક લોકો પણ મોટા સંખ્યામાં હાજર રહી ભગવાન બજરંગબલીની ભક્તિમાં લીન થયા હતા. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સાધુ-સંતો અને જવાનો સાથે ધાર્મિક એકતાને વધાવવો તથા લોકજાગૃતિ ફેલાવવી હતી.

સુંદરકાંડ પાઠ દરમ્યાન વાતાવરણ ભક્તિમય બન્યું હતું અને અંતે ભંડારામાં ભાવિકોને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજન શ્રદ્ધા, સમર્પણ અને સમૂહ એકતાનું પ્રતિક બની રહ્યું હતું.

અહેવાલ ધનજી ચાવડા ભચાઉ કચ્છ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ શહેર સરસ્વતી નદી કિનારે આવેલ આનંદેશ્વર મહાદેવ મંદીર ખાતે થયેલ મંદિર ચોરીનો ભેદ ગણતરીના દિવસોમા ઉકેલી વૈભવી ગાડી લઈ ચોરી કરવા આવેલ ત્રણ(૦૩) ઇસમોને રૂ.૫,૬૬,૯૨૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal