April 21, 2025 2:22 am

ચાણસ્મા ખાતે પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા બહુચરાજી જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પ ખુલ્લો મુકયો..

મહેસાણા જિલ્લા ના યાત્રાધામ બહુચરાજી ખાતે દરવર્ષે યોજાતા ચૈત્રી પુનમના મહામેળામાં લાખો ભક્તો માં ના ધામે શિશ નમાવવા પદયાત્રા કરી સંઘો મારફતે પહોંચતા હોય છે ત્યારે રસ્તા પર વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા લોકો અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પ લગાવી માં ના ધામે જતા ભક્તો ની સેવા પુરી પાડતા હોય છે ત્યારે ગત શુક્રવારે ચૈત્ર માસની ચૌદશના દિવસે વહેલી સવારથી જ પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા બહુચરાજી હાઇવે પર આવેલ હોટલ નિલકંઠ ની બાજુમાં ઠંડા પીણા તથા મેડિકલ તેમજ આરામ ની સુવિધા સાથે ના કેમ્પ નું આયોજન કરી પ્રદેશ ઈનચાર્જ અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ સહિત સાબરકાંઠા થી આવેલ પત્રકાર એકતા પરિષદ ના મહેમાનો ની ઉપસ્થિતિ માં ખુલ્લો મુકવામાં આવ્યો હતો જે દિવસ ભર ની સાથે મોડી રાત સુધી કાર્યરત રહ્યો હતો અને હજારો માંઇ ભક્તો એ કેમ્પ નો લાભ લીધો હતો જેમાં પત્રકારોની સાથે સાથે અન્ય સેવાભાવી લોકોએ પણ પદયાત્રીઓ ને સેવા પુરી પાડી હતી.

પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા થી બહુચરાજી તરફના હાઇવે પર આવેલ હોટલ નિલકંઠ નજીક સેવા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચૈત્રી પુનમના મહામેળામાં માં બહુચર ના ધામે માથું ટેકાવવા જતાં પદયાત્રીઓ ની સેવામાં ઠંડા પીણા તથા મેડિકલ સહીત આરામ મળે તેવા હેતુથી કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેને વહેલી સવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના ઈનચાર્જ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ તથા ઉપાધ્યક્ષ મનોજભાઈ સોની તથા ઝોન પ્રભારી રાજુભાઈ પટેલ તેમજ સાબરકાંઠા ના પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ હોદેદાર મનોજભાઈ રાવલ સહિત પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ ના પ્રદેશ આઈ ટી સેલ તેમજ સદસ્યો હોદ્દેદારો અને મહીલા વિગ ના બહેનો તથા સામાજિક અને રાજકીય અગ્રણીઓ ની હાજરી માં દિપ પ્રાગટય કરી કેમ્પ ખુલ્લો મુકયો હતો જેમાં મોટીસંખ્યામાં માંઇ ભક્તો એ કેમ્પ ની મુલાકાત કરી સેવાનો લાભ લીધો હતો યોજાયેલ કેમ્પનું મોડી રાત્રે સમાપન કરવામાં આવ્યું હતું.

આયોજિત કેમ્પ ની અંદર આરોગ્ય વિભાગ ની બહેનો દ્વારા ખડેપગે હાજર રહી સેવા આપી હતી જેનો પત્રકાર એકતા પરિષદ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें