સાંતલપુરની રાધે હોટલમાં બે તસ્કરો ત્રાટકીયા એસી અને એક બ્લેડર મશીનની ચોરી કરી ને ફરાર
સાંતલપુર હાઈવે પર આવેલી રાણાભાઈ જેહાભાઈ આહિરની બંધ રહેતી રાધે હોટલમાંથી 9થી 13 એપ્રિલ દરમિયાન કોઈ તસ્કરોએ હોટલમાં આવેલી ઓફિસનું તાળું તોડી તેમાંથી એક વિન્ડો એસી અને હોટલની ઉપર
રૂમનું તાળું તોડી એક એસી મળી 40,000ના બે એસીની ચોરી કરી ગયા હતા. જ્યારે હોટલના સ્ટોર રૂમમાંથી 10,000ના એક બ્લેડર મશીનની ચોરી કરી ગયા હતા. બાદમાં આ ઘટનાની હોટલના માલિક રાણાભાઈ જેહાભાઈ આહીરને જાણ થતાં તેમણે આ અંગે સાંતલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સાંતલપુર પીએસઆઈએ જણાવ્યું હતું કે તપાસ ચાલી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
