ગંભીર રીતે ઈજાગ્રત બનેલા સાયકલ સવાર ને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડાયો..
ડમ્પરમાં લાગેલી આગને ઓલવવા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો..
અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા..
પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર લીલી વાડી નજીક આસોપાલવ હોટલના સામેના માર્ગ પર થી ચાણસ્મા તરફ જઈ રહેલ કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા સાયકલ સવારને
ટક્કર મારતા કારની પાછળ આવી રહેલ ડમ્પર કાર સાથે પાછળથી અથડાતા ડમ્પરમાં આગ ભભૂકી ઉઠી હતી.
આ ઘટનામાં ઇજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે ડમ્પરમાં લાગેલી આગ ઓલવવા ફાયર ફાઈટરને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ડમ્પરમાં લાગેલી આગને કાબુમાં લેવા પ્રયાસ હાથ ધયૉ હતા.
જોકે આ અકસ્માતમાં કારચાલક ને કે ડમ્પપર ચાલકને ઈજા થઈ હોવાનું જાણી શકાયું નથી.
આ સમાચાર લખાય છે ત્યારે ડમ્પરમાં લાગેલી આગને ઓલવવાની ફાયર બ્રિગેડ દ્વારા કામગીરી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. તો ઇજાગ્રસ્ત સાયકલ સવારની હાલત નાજુક હોવાનું અકસ્માતને નજરે જોનારા અને સ્થળ પર હાજર લોકો માંથી જાણવા મળ્યું છે.
બનાવના પગલે પાટણ ચાણસ્મા હાઇવે પર લીલી વાડી નજીક આસોપાલવ હોટલની સામેના માર્ગ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા. જોકે આકસ્માત કઈ રીતે સર્જાયો તેની સાચી હકીકત જાણી શકાય નથી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
