ગત રાત્રીના બે વર્ષથી નાસ્તા ફરતા આરોપી હરેશ નામેરી રાઠોડને પકડવા રાપર પોલીસ તેમની ઘરે પહોંયી હતી ત્યારે પરિવારના લોકોએ મોબાઈલમાં વિડીયો રેકોર્ડ કરી રાપર પોલીસના તમામ લોકો દારૂ પીને આવ્યા છે અને દલિત સમાજના હોવાથી પોલીસ એમના પરિવારને હેરાન કરી રહ્યું છે
તેમજ પોલીસ પર છેડતી સાથેના માત્ર ને માત્ર ગંભીર આક્ષેપો કરી રહ્યા છે. તેમજ મળતી માહિતી મુજબ આરોપી વકીલ હોવાનું જાણવા મળી રહ્યું છે જેના કારણે આ વિડીયો જોતા એવું લાગી રહ્યું છે કે પરિવારના તમામ લોકો પોલીસ સાથે એક્ટિંગ કરતા હોય તેવું લાગી રહ્યું છે. પરંતુ આ પરિવારના લોકો એટલા ગંભીર આક્ષેપો સાથે ચડી બેઠા કે રાપર પી.આઇ. જે.બી. બુબડીયા સાહેબને પરસેવો છૂટી ગયો હતો. આવા આ સામાજિક તત્વો ઓન કેમેરા પોલીસને પણ પરસેવો વાળી દેતા હોય તો આમ જનતાની હાલત કેટલી હદ સુધી ખરાબ હશે તે આપ સમજી શકો છો. આ આરોપી પર 2023 માં વિવિધ ૧૨ કલમો તળે રાપર પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ છે. આરોપી પાછળના દરવાજેથી ભાગવા જતા પગમાં ઇજા પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને વધુ સારવાર માટે રાપર થી આગળની હોસ્પિટલ રેફર કરેલ છે. વીડિયોમાં પરિવારના લોકો એરેસ્ટ વોરંટ ની માંગણી કરી રહ્યા છે પરંતુ આરોપી બે વર્ષથી નાસ્તો ફરતો હોવાથી અને કલમ ૩૯૫ મુજબ પોલીસને અરેસ્ટ વોરંટ ની જરૂર પડતી નથી. જેથી પોલીસે પણ હાલ કડકાઇ ભર્યા વર્તન સાથે પરિવારના લોકો પર પોલીસ પર ખોટા આક્ષેપો કરવા તેમજ ફરજ રૂકાવટ બાબતે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
